US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીમાં ભારે અંધાધૂંધી સર્જાઈ છે. સુરક્ષાના કારણોસર ઘણા દેશોએ તેમનો એરસ્પેસ (Airspace) બંધ કરી દીધો છે. એર ઈન્ડિયા (Air India) અને ઇન્ડિગો (IndiGo) જેવી મોટી એરલાઇન્સે મિડલ ઈસ્ટ (Middle East) તરફ જતી તમામ ફ્લાઈટ્સ કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધી છે.
ઇઝરાયેલ એરપોર્ટ્સ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, તેલ અવીવ (Tel Aviv) એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સનું આગમન અને પ્રસ્થાન રોકી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, ટર્કિશ એરલાઇન્સ (Turkish Airlines), કતાર એરવેઝ (Qatar Airways), અને લુફ્થાન્સા (Lufthansa) એ પણ લેબનાન, સીરિયા, ઇરાક અને જોર્ડન માટેની તેમની સેવાઓ 7 માર્ચ સુધી રદ કરી છે.
દુબઈ સ્થિત ફ્લાયદુબઈ (flydubai) અને ઓમાન એર (Oman Air) એ પણ જણાવ્યું છે કે એરસ્પેસ બંધ હોવાને કારણે તેમની ફ્લાઈટ્સ ડાયવર્ટ (Divert) કરવામાં આવી છે અથવા રદ કરવામાં આવી છે. એરલાઇન્સે મુસાફરોને એરપોર્ટ પર આવતા પહેલા તેમનું ફ્લાઈટ સ્ટેટસ (Flight Status) ચેક કરવાની સલાહ આપી છે.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…
Gold Silver Rate | ઈરાન અને ઇઝરાયેલ (Iran-Israel) વચ્ચે વધતા જતા તણાવના કારણે વૈશ્વિક બજારમાં ભારે…