NRI

“ભારતમાં રજા માટે ભીખ માંગવી પડતી હતી”; સિંગાપોરના વર્ક કલ્ચર પર ભારતીય યુવકનો વીડિયો વાઇરલ

Singapore vs India Work Culture | ભારતમાં નોકરી કરતા લોકો માટે રજા (Leave) લેવી એ કોઈ યુદ્ધ જીતવા જેવું કામ હોય છે. ઘણીવાર ઈમરજન્સી (Emergency) હોય તો પણ રજા મેળવવા માટે બોસની ખુશામદ કરવી પડે છે. આ બાબતે સિંગાપોરમાં (Singapore) રહેતા એક ભારતીય યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં તેણે ભારત અને સિંગાપોરના વર્ક કલ્ચર વચ્ચેનો તફાવત જણાવ્યો છે.

ભારતમાં રજા લેવા માટે ‘ભિખારી’ બનવું પડે છે

અમન નામના ઇન્સ્ટાગ્રામ (Instagram) યુઝરે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ભારતની કોર્પોરેટ લાઇફનું કડવું સત્ય જણાવ્યું છે. અમન કહે છે કે, “ભારતમાં રજા માંગવા માટે અમારે ભિખારી બનવું પડતું હતું. તબિયત ખરાબ હોવાનું બહાનું કે ફેમિલી ઈમરજન્સી જેવી ખોટી વાતો ઊભી કરવી પડતી હતી. માત્ર એક શુક્રવારની રજા જોઈતી હોય તો પણ મોટી ટ્રેજેડી (Tragedy) બતાવવી પડતી હતી.”

સિંગાપોરના વર્ક કલ્ચરના કર્યા વખાણ

સિંગાપોરના તેના અનુભવ વિશે વાત કરતા તેણે જણાવ્યું કે, “અહીં મારે રજા માંગવી પડતી નથી, હું બસ રજા વિશે જાણ કરું (Inform) છું.”  “સાંજે 6 વાગ્યા પછી મારો ફોન મારો છે, બોસનો નથી. કોઈ કોલ નહીં, કોઈ ગિલ્ટ (Guilt) નહીં, બસ પોતાની જિંદગી.” અમન ઉમેરે છે કે જો તમે રાત્રે 8 વાગ્યા સુધી ઓફિસમાં બેસીને કામ કરો છો, તો તમે મહેનતુ નથી પણ તમારું શોષણ (Exploitation) થઈ રહ્યું છે.

માઈન્ડસેટમાં આવ્યો મોટો બદલાવ

અમને કેપ્શનમાં લખ્યું છે કે સિંગાપોર ગયા પછી તેના માઈન્ડસેટ (Mindset) માં મોટો ફેરફાર આવ્યો છે. તેણે કહ્યું કે ટોક્સિક કલ્ચર (Toxic Culture) માં લોકોને એવું લાગે છે કે તેમણે રજા લેવા માટે કારણો આપવા જ પડશે, પરંતુ સિંગાપોરમાં પોતાની રજાને સાબિત કરવાની જરૂર પડતી નથી.

આ વીડિયોએ ઇન્ટરનેટ પર એક નવી ચર્ચા છેડી દીધી છે, જ્યાં અનેક ભારતીય કર્મચારીઓ પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે.

Chief Editor

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

2 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

2 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

4 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

5 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

5 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

6 hours ago