અમેરિકાના જ્યોર્જિયા (Georgia) રાજ્યના લોરેન્સવિલ શહેરમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. શુક્રવારે વહેલી સવારે એક રહેણાંક મકાનમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં (Shooting Incident) એક ભારતીય નાગરિક સહિત કુલ ચાર લોકોના મોત થયા છે. એટલાન્ટામાં સ્થિત ભારતીય દૂતાવાસે (Consulate General of India) આ ઘટનાની પુષ્ટિ કરી છે અને શોક વ્યક્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, જ્યારે ઘરમાં ગોળીબાર શરૂ થયો ત્યારે ત્રણ માસૂમ બાળકો અંદર હાજર હતા. જીવ બચાવવા માટે આ બાળકો કબાટમાં (Closet) છુપાઈ ગયા હતા. તેમાંથી એક 12 વર્ષના બાળકે હિંમત બતાવીને 911 પર ફોન કર્યો, જેના કારણે પોલીસ મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી શકી હતી. સદનસીબે, ત્રણેય બાળકો સુરક્ષિત છે.
પોલીસે શંકાસ્પદ હુમલાખોર વિજય કુમાર (51) ની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ કૌટુંબિક વિવાદ (Family Dispute) હોવાનું સામે આવ્યું છે. મૃતકોની ઓળખ મીમુ ડોગરા (43), ગૌરવ કુમાર (33), નિધિ ચંદર (37) અને હરીશ ચંદર (38) તરીકે થઈ છે. આરોપી વિજય કુમાર પર મર્ડર (Murder) અને બાળકો પ્રત્યે ક્રૂરતા સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
ભારતીય દૂતાવાસે ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, “અમે આ કરુણ ઘટનાથી અત્યંત વ્યથિત છીએ. પીડિત પરિવારને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.” અમેરિકામાં વધી રહેલી ગન વાયોલન્સ (Gun Violence) ની ઘટનાઓએ ફરી એકવાર ત્યાં વસતા ભારતીય સમુદાયમાં ચિંતા જગાવી છે.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…