National

PM મોદીના ઇઝરાયલ પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શનમાં

India-Israel Defense Deal | ભારત અને ઈઝરાયલ વચ્ચે ભારતીય સેના (Indian Army)ની શક્તિમાં અનેકગણો વધારો કરતી અને દુશ્મનોની ઊંઘ ઉડાડતી એક ઐતિહાસિક સમજૂતી થવા જઈ રહી છે. મુંબઈ (Mumbai) સ્થિત ઈઝરાયલના કોન્સ્યુલેટ જનરલ યાનિવ રેવાચે સંકેત આપ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના આગામી ઈઝરાયલ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંરક્ષણ કરાર થઈ શકે છે.

આ સંભવિત ડીલમાં સૌથી મહત્વની બાબત ઈઝરાયલનું પ્રખ્યાત સુરક્ષા કવચ ‘આયરન ડોમ’ (Iron Dome) મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે. આ કરાર હેઠળ ઈઝરાયલ તેની ગુપ્ત ટેકનોલોજી (Technology) અને ડિઝાઈન ભારતને સોંપી શકે છે.

ઈઝરાયલ પોતાની ડિફેન્સ ટેકનોલોજી ભારતને આપવા તૈયાર

કોન્સ્યુલેટ જનરલના જણાવ્યા અનુસાર, આ ડીલ માત્ર હથિયારોની ખરીદી પૂરતી મર્યાદિત નથી, પરંતુ ‘આત્મનિર્ભર ભારત’ (Self-Reliant India) અભિયાન હેઠળ આ સિસ્ટમનું નિર્માણ ભારતમાં જ થાય તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. ઈઝરાયલ ભારતને એક અત્યંત વિશ્વાસુ વ્યૂહાત્મક ભાગીદાર (Strategic Partner) માને છે, તેથી તે આયરન ડોમ જેવી જટિલ ટેકનીક શેર કરવા તૈયાર છે. બંને દેશો હાલમાં સમાન પ્રકારના સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યા છે.

સંરક્ષણ ભાગીદારીનો વ્યાપ વધશે

PM મોદીના પ્રવાસ દરમિયાન આ ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાની યોજના છે. જેમાં મુખ્યત્વે (1) ભારતમાં સંરક્ષણ સાધનોનું ઉત્પાદન (2) આયરન ડોમ (Iron Dome) ટેકનોલોજીનું હસ્તાંતરણ. (3) એડવાન્સ મિસાઈલ સિસ્ટમ્સ (Advanced Missile Systems)માં પરસ્પર સહયોગ પર ધ્યાન આપવામાં આવશે.

શું છે આયરન ડોમ (Iron Dome)ની ખાસિયત?

ઈઝરાયલની આયરન ડોમ સિસ્ટમ હાલ વિશ્વની સૌથી ભરોસાપાત્ર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ (Missile Defense System) ગણાય છે.

ચોકસાઈ: આ સિસ્ટમ દુશ્મન દેશના રોકેટ, ડ્રોન (Drone) અને મધ્યમ અંતરની મિસાઈલોને હવામાં જ શોધીને નષ્ટ કરી નાખે છે.

સફળતાનો દર: તાજેતરના યુદ્ધોમાં આ સિસ્ટમ 90% સફળ સાબિત થઈ છે.

ઐતિહાસિક પ્રદર્શન: જ્યારે ઈરાને ઈઝરાયલ પર 1,000 ડ્રોન અને 450 મિસાઈલ છોડ્યા હતા, ત્યારે આયરન ડોમે તેમાંથી મોટાભાગના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.

વિશ્વની અન્ય કોઈપણ ડિફેન્સ સિસ્ટમ પાસે આટલો ઊંચો સક્સેસ રેટ (Success Rate) નથી. જો આ ટેકનોલોજી ભારતને મળે છે, તો સરહદ પર સુરક્ષા વ્યવસ્થા લોખંડી બની જશે.

Chief Editor

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

3 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

4 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

5 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

7 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

7 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

7 hours ago