National

IIT ગ્રેજ્યુએટ યુવકની અજીબ માંગ: ‘ડિવોર્સી છું પણ પત્ની તો વર્જિન જ જોઈએ’

IIT Graduate Marriage Demand | આજના આધુનિક યુગમાં પણ લગ્ન માટે કેવી રૂઢિચુસ્ત માનસિકતા પ્રવર્તે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મેચમેકર અને ડેટિંગ કોચ (Dating Coach) ઓઈન્દ્રિલા કપૂર (Oindrila Kapoor) ની સોશિયલ મીડિયા પોસ્ટ હાલ ભારે ચર્ચામાં છે. આ પોસ્ટમાં તેમણે એક 37 વર્ષીય આઈઆઈટી (IIT) ગ્રેજ્યુએટ યુવકની વાત કરી છે, જે અબજો ડોલરની કંપનીમાં ડાયરેક્ટર (Director) ના પદ પર છે. પોતે તલાકશુદા (Divorced) હોવા છતાં, આ યુવકે પત્ની માટે જે શરતો મૂકી છે તેનાથી લોકો લાલઘુમ થઈ ગયા છે.

શું છે આ અજીબ શરતો?

આ હાઈ-પ્રોફાઈલ યુવકની ડિમાન્ડ મુજબ, તેને એવી કન્યા જોઈએ છે જેની ઉંમર 30 વર્ષથી ઓછી હોય અને તે બ્રાહ્મણ (Brahmin) પરિવારની હોય. એટલું જ નહીં, તેની સૌથી વિવાદાસ્પદ શરત એ છે કે યુવતીનો કોઈ ભૂતકાળ ન હોવો જોઈએ અને તે વર્જિન (Virgin) હોવી જોઈએ. જ્યારે મેચમેકરે આ શરતો પાછળનું કારણ પૂછ્યું, ત્યારે યુવકે વિચિત્ર તર્ક આપતા કહ્યું કે, જે મહિલાના ભૂતકાળમાં વધુ પાર્ટનર (Partners) હોય તેના બેવફા થવાની શક્યતા વધુ હોય છે.

મેચમેકરે આપ્યો જડબાતોડ જવાબ

જ્યારે યુવકને પૂછવામાં આવ્યું કે શું આ જ તર્ક તેના પર લાગુ નથી પડતો? કારણ કે તે પોતે પણ તલાકશુદા છે. તેના જવાબમાં યુવકે પિતૃસત્તાક માનસિકતા (Patriarchal Mindset) બતાવતા કહ્યું, “ના, આ સરખામણી યોગ્ય નથી કારણ કે હું એક પુરુષ છું.” આ સાંભળીને ઓઈન્દ્રિલાએ તેને ક્લાયન્ટ (Client) બનાવવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો અને કહ્યું કે તમારી આ માનસિકતા કોઈ પણ સ્ત્રી માટે એક મોટું સ્કેમ (Scam) સાબિત થશે.

ઈન્ટરનેટ પર લોકોનો આક્રોશ

આ કિસ્સો વાયરલ (Viral) થતા જ નેટીઝન્સે યુવકની આકરી ટીકા કરી છે. ઘણા યુઝર્સે (Users) લખ્યું કે, “હવે સમજાયું કે તેનો ડિવોર્સ કેમ થયો હશે!” કેટલાક લોકોએ તેને ‘એક્સપાયર્ડ મેન’ (Expired Man) કહીને મજાક ઉડાવી છે. ભારતમાં મેટ્રો શહેરોમાં છૂટાછેડાના દર વધી રહ્યા છે, પરંતુ હજુ પણ શિક્ષિત વર્ગમાં આવી ‘ડબલ સ્ટાન્ડર્ડ’ (Double Standard) ધરાવતી વિચારધારા ચિંતાનો વિષય છે.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

3 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

3 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

3 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago