Gujarat Budget 2026 | નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે નાણાકીય વર્ષ 2026-27 નું બજેટ રજૂ કર્યું છે. સતત 5 મી વખત બજેટ રજૂ કરીને વિક્રમ સ્થાપિત કરનાર કનુ દેસાઈએ આ વર્ષના બજેટમાં મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે મોટી જાહેરાતો કરી છે. આ બજેટમાં આગામી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.
ગરીબો માટે 3.15 લાખ નવા આવાસો
સરકારે ગરીબ અને વંચિતોના ‘ઘરના ઘર’ ના સ્વપ્નને સાકાર કરવા માટે આવાસ યોજનાઓ પર વિશેષ ભાર મૂક્યો છે. આ અંતર્ગત નીચે મુજબના મહત્વના નિર્ણયો લેવાયા છે:
યોજનાઓનો વ્યાપ: પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana), ડૉ. આંબેડકર આવાસ યોજના અને હળપતિ આવાસ યોજના હેઠળ નવા મકાનો બનાવવામાં આવશે.
બજેટ જોગવાઈ: રાજ્યમાં આ વર્ષે 3,15,000 નવા આવાસો બનાવવા માટે રૂ. 4272 કરોડ ની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.
અન્ન સુરક્ષા અને મફત અનાજ
ગરીબ પરિવારોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સરકાર ‘અન્ન સુરક્ષા’ ને અગ્રિમતા આપી રહી છે:
PM ગરીબ કલ્યાણ અન્ન યોજના: આ યોજના હેઠળ રાજ્યના 75 લાખ પરિવારોને વિનામૂલ્યે અનાજ (Free Grain) આપવાનું ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
ગરીબ કલ્યાણ: અંત્યોદય અને જરૂરિયાતમંદ પરિવારોને અન્ન સુરક્ષા પૂરી પાડીને તેમના જીવનધોરણને સુધારવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ બજેટ માત્ર આવાસ અને અન્ન પૂરતું સીમિત નથી, પરંતુ શિક્ષણ, આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure) ક્ષેત્રે પણ અનેક નવી યોજનાઓની જાહેરાત કરીને ગુજરાતને ‘ઓલિમ્પિક રેડી’ (Olympic Ready) બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…