Gujarat

Video : Gujarat ATSને મોટી સફળતા, Al-Qaeda ટેરર મોડ્યૂલની માસ્ટર માઈન્ડ શમા પરવીનની ધરપકડ

બેંગલુરુથી ઝડપાયેલી શમા પરવીન અલકાયદાના ગ્રુપની માસ્ટરમાઇન્ડ
અમદાવાદ-મોડાસાથી ઝડપાયેલા ચાર આતંકીને માર્ગદર્શન આપતી
3 એકાઉન્ટમાં જેહાદી ભાષણો મૂકતા,10 હજાર ફોલોઅર્સ છે

 

ગુજરાત ATSએ ગત 23 જુલાઈ 2025ના રોજ અમદાવાદ અને મોડાસાના 2 સહિત અલકાયદાના ચાર આતંકીની ધરપકડ કરી હતી. હવે આ ચાર આતંકીનાં જૂથની માસ્ટરમાઇન્ડ એવી ​​બેંગલુરુની શમા પરવીનની ATSએ ધરપકડ કરી છે. અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ સંગઠન(AQIS) ચલાવનાર મહિલા આતંકવાદી સંગઠનના મુખ્ય હેન્ડલરોના સંપર્કમાં ભારતમાંથી આ જ યુવતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

અલ કાયદાના આતંકવાદી મોડ્યુલ કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ બેંગલુરુથી અલ કાયદાના આતંકવાદી મોડ્યુલની એક મહિલા આતંકવાદીની ધરપકડ કરી છે. કર્ણાટકની રહેવાસી શમા પરવીન અલ કાયદાનું આખું મોડ્યુલ ચલાવતી હતી.

આ મહિલા આતંકવાદીની ગુજરાત ATS દ્વારા કર્ણાટકથી ધરપકડ કરવામાં આવી છે. આ સંદર્ભમાં પૂછપરછ ચાલી રહી છે. 30 વર્ષીય શમા પરવીન AQISની મુખ્ય મહિલા આતંકવાદી છે. ધરપકડ કરાયેલ મહિલા આતંકવાદી શમા પરવીન ઝારખંડ મૂળની છે. પરંતુ હાલમાં બેંગલુરુમાં રહેતી હતી. તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ રડાર પર હતું.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહિલા આતંકવાદીની ધરપકડ અંગે કહ્યું કે ગુજરાત પોલીસ ઓનલાઈન આતંકવાદી મોડ્યુલ તોડવામાં સફળ રહી છે. ગુજરાત ATSને અભિનંદન. ચાર આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આતંકવાદી મહિલાની ધરપકડ થઈ ચૂકી છે. આ મહિલા પાકિસ્તાનના લોકો સાથે સીધી સંપર્કમાં હતી.

ગુજરાત ATS એ અલ કાયદા સાથે જોડાયેલા એક ખતરનાક મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો અને 4 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમાંથી બેની ગુજરાત, એક નોઈડા અને એક દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મોડ્યુલ અગાઉ પ્રકાશમાં આવેલા આતંકવાદી નેટવર્કથી સંપૂર્ણપણે અલગ હતું. જેના કારણે તેને ડીકોડ કરવામાં સમય લાગ્યો.

તેનું કોઈ સ્પષ્ટ લક્ષ્ય કે હુમલાની તારીખ નહોતી, જેના કારણે તેનો હેતુ અને કામગીરી સમજવી મુશ્કેલ બની હતી. ધરપકડ કરાયેલા ચાર શંકાસ્પદોની ઓળખ દિલ્હી નિવાસી મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાન, અમદાવાદ નિવાસી મોહમ્મદ ફરદીન, મોડાસા નિવાસી સૈફુલ્લાહ કુરેશી અને નોઈડા નિવાસી ઝીશાન તરીકે થઈ છે. તે બધા સામાન્ય પરિવારોના છે અને રેસ્ટોરન્ટ, દુકાનો અથવા ફર્નિચરની દુકાનોમાં કામ કરતા હતા.


 

 


 

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

17 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

17 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago