Gold Silver Price Budget 2026 | 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ (Union Budget) માં સરકાર સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી (Custom Duty) માં ઘટાડો કરી શકે છે. જો સરકાર આ નિર્ણય લેશે તો કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.
બજારના નિષ્ણાતોના મતે, સરકાર સોના-ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યુટી 6% થી ઘટાડીને 4% કરી શકે છે. જો આવું થશે, તો સોનાના ભાવમાં (Gold Price) પ્રતિ 10 ગ્રામ આશરે ₹3,000 અને ચાંદીમાં (Silver Price) પ્રતિ કિલો ₹6,000 સુધીનો ઘટાડો થઈ શકે છે. હાલમાં જાન્યુઆરી 2026માં 24 કેરેટ સોનું ₹1.50 લાખ અને ચાંદી ₹3.50 લાખની આસપાસ ટ્રેડ થઈ રહી છે.
વર્ષ 2025માં ચાંદીમાં 167% અને સોનામાં 75% નો ધરખમ વધારો થયો છે, જેના મુખ્ય કારણો આ મુજબ છે:
જિઓ-પોલિટિકલ ટેન્શન: વિશ્વમાં વધતા યુદ્ધ અને અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સોનાને ‘સેફ એસેટ’ (Safe Asset) માની રહ્યા છે.
સેન્ટ્રલ બેંકોની ખરીદી: વિશ્વભરની કેન્દ્રીય બેંકો દ્વારા મોટા પાયે સોનાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.
ઈન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ: સોલર પેનલ અને ઈલેક્ટ્રિક વ્હિકલ (EV) માં ચાંદીનો વપરાશ વધતા તેની કિંમતો આસમાને પહોંચી છે.
નિષ્ણાતોના મતે, બજેટ પહેલા એકસાથે મોટી ખરીદી કરવાને બદલે ‘બાય ઓન ડિપ્સ’ (Buy on Dips) ની વ્યૂહરચના અપનાવવી જોઈએ. એટલે કે જ્યારે પણ ભાવમાં ઘટાડો થાય ત્યારે નાના હપ્તામાં રોકાણ કરવું હિતાવહ છે. તમે ફિઝિકલ ગોલ્ડ સિવાય ગોલ્ડ ETF (Gold ETF) માં પણ રોકાણ કરી શકો છો, જ્યાં શુદ્ધતાની 100% ગેરંટી હોય છે.
ગોલ્ડ માર્કેટે માત્ર 24 કલાકમાં 6.3 ટ્રિલિયન ડૉલર ગુમાવ્યા
સોનાના બજારમાં છેલ્લા 24 કલાકમાં ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સોનાએ તેના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાંથી અંદાજે $6.3 ટ્રિલિયન (₹525 લાખ કરોડથી વધુ) ગુમાવ્યા છે. આ ઘટાડો એટલો મોટો છે કે તેની સરખામણી વિશ્વના ઘણા મોટા દેશોની જીડીપી (GDP) સાથે પણ થઈ શકે તેમ નથી.
દર કલાકે: 263 બિલિયન ડૉલરનું નુકસાન
દર મિનિટે: અંદાજે 4.38 બિલિયન ડૉલરનું નુકસાન
બજારમાં આટલો મોટો ઘટાડો કેમ?
નિષ્ણાતોના મતે, આ માત્ર એક સામાન્ય ઘટાડો નથી પણ ‘હિસ્ટોરિક ટ્રેડિંગ કન્ડિશન’ છે. મોટા સંસ્થાકીય રોકાણકારો (Institutional Investors) દ્વારા એકસાથે કરવામાં આવેલી વેચવાલી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા આર્થિક સમીકરણો આ માટે જવાબદાર હોઈ શકે છે.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…