Tech

TraceX Labsનું GEOX AI: GPS મેટાડેટા વગર ફોટા અને વિડિયોની લોકેશન શોધતી નવી ટેક્નોલોજી

GEOX AI Location | સાયબર સિક્યુરિટી (Cyber Security) અને ડિજિટલ ઇન્ટેલિજન્સ (Digital Intelligence) ના ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) ખૂબ જ ઝડપથી મોટા બદલાવ લાવી રહ્યું છે. હાલમાં ભારતમાં TraceX Labs દ્વારા વિકસાવવામાં આવેલું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ GEOX AI ખૂબ જ ચર્ચામાં છે.

આ એક AI આધારિત જીઓસ્પેશિયલ ઇન્ટેલિજન્સ (Geospatial Intelligence) સિસ્ટમ છે, જે કોઈપણ ફોટા કે વિડિયોમાં GPS મેટાડેટા (Metadata) ન હોવા છતાં પણ તેમાં દેખાતા વિઝ્યુઅલ ક્લૂઝ (Visual Clues) ના આધારે તેની વાસ્તવિક લોકેશન (Location) શોધી શકે છે. આ આધુનિક ટેક્નોલોજી હાલમાં OSINT રિસર્ચર્સ, સાયબર સિક્યુરિટી એનાલિસ્ટ્સ અને ઇન્ટેલિજન્સ પ્રોફેશનલ્સમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે.

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા (Social Media), ડ્રોન ફૂટેજ (Drone Footage), સેટેલાઇટ ઇમેજ (Satellite Image) અને ઓનલાઈન વિડિયોઝ ઇન્ટેલિજન્સ માટે ખૂબ મહત્વના સ્ત્રોત બની ગયા છે. સામાન્ય દેખાતા ફોટાઓમાં પણ રોડ પેટર્ન, બિલ્ડિંગ ડિઝાઇન, પર્વતો, વૃક્ષો, હવામાન અને શેડોઝ (Shadows) જેવી ઝીણી વિગતો છુપાયેલી હોય છે, જે લોકેશન વિશે મહત્વની માહિતી આપી શકે છે.

TraceX Labs ના જણાવ્યા અનુસાર, GEOX AI મશીન લર્નિંગ (Machine Learning), કમ્પ્યુટર વિઝન (Computer Vision) અને એન્વાયરમેન્ટલ એનાલિસિસ (Environmental Analysis) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભૌગોલિક સંકેતોનું સચોટ વિશ્લેષણ કરે છે.

આ પ્લેટફોર્મ OSINT તપાસ, ડિજિટલ ફોરેન્સિક્સ (Digital Forensics), મિલિટરી ઇન્ટેલિજન્સ (Military Intelligence), સાયબર ઇન્ટેલિજન્સ, ફેક્ટ-ચેકિંગ (Fact-Checking) અને મિસઇન્ફોર્મેશન એનાલિસિસ (Misinformation Analysis) માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.

સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરતી વખતે તેનો EXIF ડેટા અને મેટાડેટા દૂર થઈ જાય છે, પરંતુ GEOX AI ફોટાની અંદરના વિઝ્યુઅલ સંકેતોનો ઉપયોગ કરીને લોકેશનનું સચોટ અનુમાન લગાવી શકે છે.

આ પ્લેટફોર્મમાં 2 મોડ ઉપલબ્ધ છે: Fast Mode અને Advanced Mode. Fast Mode ઝડપી તપાસ અને સોશિયલ મીડિયા વેરિફિકેશન માટે બનાવવામાં આવ્યું છે, જ્યારે Advanced Mode વધુ ડીપ AI એનાલિસિસ અને ફોરેન્સિક લેવલની તપાસ માટે સક્ષમ છે.

સાયબર સિક્યુરિટી નિષ્ણાતોનું માનવું છે કે આવી ટેક્નોલોજી ભવિષ્યમાં ડિજિટલ ઇન્વેસ્ટિગેશનમાં 1 મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો કે, વિશેષજ્ઞો એ પણ ચેતવણી આપી રહ્યા છે કે સામાન્ય લોકો દ્વારા શેર કરવામાં આવતા ફોટા તેમની પ્રાઇવસી (Privacy) માટે જોખમ ઊભું કરી શકે છે, કારણ કે આસપાસનું વાતાવરણ પણ લોકેશન જાહેર કરી શકે છે. ભવિષ્યમાં GEOX AI જેવી સિસ્ટમો સાયબર સુરક્ષામાં 1 મોટો ક્રાંતિકારી બદલાવ લાવશે તેમાં કોઈ શંકા નથી.

Chief Editor

Recent Posts

વ્યવસાયોમાં દીકરીઓના વારસાઈ હક્કોનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં

શું દીકરીઓ તેમના પિતાના જીવનકાળ દરમિયાન કૌટુંબિક સંપત્તિમાં હિસ્સો માંગી શકે છે? લક્ષ્મી વેણુએ બુધવારે…

2 hours ago

કડક સુરક્ષા વચ્ચે કાર્તિગાઈ દીપમ પ્રગટાવાયો

સશસ્ત્ર CRPF જવાનોની કડક સુરક્ષા અને 'વેત્રીવેલ, વીરાવેલ' (ભગવાન મુરુગનના ભાલાનો વિજય થાઓ, ભગવાનના પરાક્રમી…

2 hours ago

फ्रिमोंट में INSAF का थैंक्सगिविंग कार्यक्रम आयोजित, 12 वर्षीय जील ने गीतों से जीता सभी का दिल

कैलिफोर्निया के बे एरिया स्थित INSAF (इंडो अमेरिकन सीनियर्स एसोसिएशन, फ्रिमोंट) की ओर से दिवाली…

1 day ago

ફ્રિમોન્ટમાં INSAFનો થેન્ક્સગિવિંગ કાર્યક્રમ યોજાયો, 12 વર્ષની જીલના ગીતોએ સૌનાં દિલ જીત્યાં

INSAF Thanksgiving | કેલિફોર્નિયાના બે એરિયા સ્થિત INSAF (ઇન્ડો અમેરિકન સિનિયર્સ એસોસિએશન, ફ્રિમોન્ટ) દ્વારા દિવાળી…

2 days ago

ડલાસમાં ભવ્ય અન્નકૂટ

વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા રવિવાર નવેમ્બર ૧૫ના રોજ સાંજે ૪ વાગે ભવ્ય અન્નકૂટ યોજાયો વૈષ્ણવ…

2 days ago

कनाडा में ब्राह्मण समाज द्वारा दिवाली गाला डिनर का आयोजन, 11 प्रतिभाओं को किया गया सम्मानित

Brahmin Samaj of Ontario | कनाडा में भारतीय संस्कृति और परंपराओं को जीवंत रखने तथा…

2 days ago