Gujarat

ઝૂલણ યાત્રા: હરે કૃષ્ણ મંદિર, ભાડજમાં ચાર દિવસીય ઝૂલણ યાત્રાની ઉજવણી થશે

 ઝૂલન ઉત્સવ શ્રાવણ મહિનામાં તેજસ્વી પખવાડિયાના અગિયારમાં દિવસથી(અગ્યારસ) પૂર્ણ-ચંદ્ર દિવસ(પૂર્ણિમા) સુધી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ બાળપણમાં મનોરંજન માટે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મિત્રો, ગાયો ચરાવનાર યુવાન છોકરા અને છોકરીઓ વૃક્ષ નીચે ઝૂલતા એ પ્રસંગની યાદગીરીરૂપે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના સહયોગ શ્રી રાધા અને બીજી ગોપીઓ તથા ગોપાઓ ચોમાસાની ઋતુ દરમ્યાન મસ્તી અને ધુન સાથે વૃંદાવનમાં ઝૂલતા હતા.

આ ઉત્સવ એક વિશેષ સેવા છે જે ભક્તો ભગવાનને અપર્ણ કરે છે. ચોમાસું ભેજવાળું હોય છે અને ઠંડો વરસાદ પડવા છતાં પણ વાતાવરણનું તાપમાન ગરમ રહે છે. આકાશમાંથી ઘનઘોર વર્ષા પડતા ઘણું બધું પાણી જમીન પર, અને ચોતરફ બધે પડે છે જે દરમ્યાન બધા જ ઈચ્છે કે હજુ વધુ પાણી મળે ને ઠંડક થાય.

આ સમયે વરસાદના ભેજને કારણે હવા ભારે થવાથી હર કોઈ ખુશનુમા પવનની લહેર ઈચ્છે છે. આથી ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમતી રાધારાનીના આનંદ અને તૃપ્તિ માટે તેમને ઝૂલન પર બિરાજમાન કરવાની વ્યવસ્થા કરે છે અને મંદ ગતિથી ઝૂલવતા પવનની લહેર ઉદભાવવામાં આવે છે.

આ ખૂબ જ આનંદ અને સંતોષદાયક ઉત્સવ છે જેમાં ઝૂલનને મોટાભાગે ખૂબ જ સરસ રીતે વન લતાઓ , જાસ્મીન(માલતી) જેમાં ઋતુના નવા પુષ્પોની માળાથી શણગારવામાં આવે છે. કેટલીક વાર આહલાદક ગુલાબજળનો ઉપયાગ કરીને દૈવી દંપતી ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમતી રાધારાની ઉપર ઝૂલન દરમ્યાન છંટકાવ કરવામાં આવે છે.

હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભગવાન શ્રી શ્રી રાધા માધવને દરરોજ જુદી જુદી રીતે ખૂબ જ સુંદરરીતે શણગારેલ ઝૂલન પર બિરાજમાન કરીને ઝૂલવવામાં આવશે. ઝૂલનને ભવ્ય ફૂલોથી સજાવવામાં આવશે જેમકે કેરીલેસન, સેવંતી, જરબારા, મેરીગોલ્ડ, રજનીગંધા, ઓરચીડ, કામિની વિગેરે તથા રંગબેરંગી માળા, ફળો, સુકા મેવા વગેરેથી સુંદર રીતે સજજ કરવામાં આવશે.

ભગવાન શ્રી શ્રી રાધા માધવને ઝૂલન પર બિરાજમાન કરાવી આરતી ઉતારવામાં આવશે સથોસાથ ખાસ કિર્તન “જય રાધા માધવ ગીતી”નું ગાન કરવામાં આવશે. ભક્તો ભગવાનશ્રીની પ્રસન્નાર્થે જુદી જુદી જાતના ભોગ અર્પણ કરશે. આખો દિવસ સતત કિર્તન અને ભજન નું ગાન કરવામાં આવશે તેમજ મંદિરની મુલાકાત લેનાર દર્શનાર્થીઓને ભગવાનશ્રીને ઝૂલવવાનો અવસર પ્રાપ્ત થશે.

આ વિષયસંદર્ભમાં શ્રી હરિ-ભક્તિ-વિલાસે કહ્યું છે કે “ ભગવાનશ્રીને પ્રસન્ન કરવા માટે ભક્તો દરેક પ્રસંગે અનેક તહેવારો રાખે છે અને સતત સંકિર્તન કરે છે. તેમની ક્ષમતા અનુસાર ભક્તો ભગવાનશ્રી ને ઉનાળા દરમ્યાન બોટમાં બિરાજમાન કરી, શોભાયાત્રા યોજી, તેમના સુકોમળ શરીર પર ચંદનનો લેપ લગાવી, ચામરથી સજજ કરી, ઝવેરાતના હાર પહેરાવી, તેમને સ્વાદિષ્ટ વ્યંજનો અર્પણ કરી, અને તેમને સુંદર ચંદ્રપ્રકાશમાં ઝૂલવવા માટે બહાર લાવવામાં આવે છે.”

પ્રભુની સેવામાં
શ્રી જગન મોહન કૃષ્ણ દાસા
પ્રેસિડન્ટ –હરે કૃષ્ણ મંદિર, ભાડજ, અમદાવાદ

તારીખ – મંગળવાર 5 ઓગસ્ટ થી રવિવાર 10 ઓગસ્ટ 2025
સમય – દરરોજ સાંજ 4.30 વાગ્યાથી 8.30 સુધી
વધુ વિગત માટે સંપર્ક કરશો – શ્યામ ચરણ દાસા – 9904272229, રયારામ દાસા – 9904203228

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

17 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

17 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago