NRI

ઇંગ્લેન્ડના સ્મેથવિકમાં વૃદ્ધ શીખ વ્યક્તિ પર જીવલેણ હુમલો: બે સગીર આરોપીઓની ધરપકડ

Sikh man assaulted in England | ઇંગ્લેન્ડના (England) સ્મેથવિક (Smethwick) શહેરમાંથી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં એક વૃદ્ધ શીખ વ્યક્તિ રસ્તા કિનારે ગંભીર હાલતમાં લોહીલુહાણ મળી આવ્યા છે.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ ચકચારી ઘટના 14 જૂનની રાત્રે બની હોવાનું સામે આવ્યું છે. આ મામલે વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે (West Midlands Police) તાત્કાલિક કાર્યવાહી કરીને બે 17 વર્ષના સગીર છોકરાઓની ધરપકડ  કરી લીધી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળે છે કે, વૃદ્ધ શીખ વ્યક્તિ રસ્તાની બાજુમાં ઝાડીઓ અને કચરાના ઢગલા પાસે અત્યંત ગંભીર હાલતમાં પડ્યા છે. તેમના કપડાં ફાટેલા હતા અને માથા તેમજ શરીર પર લોહીના ડાઘા દેખાતા હતા.

ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક ઇમરજન્સી સર્વિસને જાણ કરી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વૃદ્ધના શરીર પર દાઝ્યાના નિશાન પણ જોવા મળ્યા હતા, જેથી તેમની પર હુમલો કરીને જીવતા સળગાવવાનો પ્રયાસ કરાયો હોવાની આશંકા છે. પોલીસ હાલ આ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

પકડાયેલા બે સગીરોમાંથી એકને કોર્ટમાં રજૂ કરીને બાળ સુધાર ગૃહમાં મોકલી દેવાયો છે, જેની આગામી સુનાવણી 17 જુલાઈએ થશે. જ્યારે બીજો આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે. સોશિયલ મીડિયા પર લોકો આ ક્રૂર હુમલાની સખત નિંદા કરી રહ્યા છે અને કડક સજાની માંગ કરી રહ્યા છે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ

THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…

12 hours ago

અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો

Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…

12 hours ago

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

3 days ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

3 days ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

3 days ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

3 days ago