Donald Trump News | અમેરિકાના પ્રમુખ (President) ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળના પ્રથમ ‘સ્ટેટ ઓફ ધ યુનિયન’ (State of the Union) સંબોધનમાં વિદેશ નીતિ અને અર્થતંત્ર અંગે આક્રમક વલણ દાખવ્યું છે. ટ્રમ્પે યુએસ સંસદમાં સનસનીખેજ દાવો કરતા કહ્યું કે, તેમણે ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેનું સંભવિત પરમાણુ યુદ્ધ (Nuclear War) અટકાવ્યું હતું. જો તેમણે હસ્તક્ષેપ ના કર્યો હોત તો 3 કરોડથી વધુ લોકોના જીવ ગયા હોત. પાકિસ્તાની પીએમએ પણ આ બદલ તેમનો આભાર માન્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ટેરિફ અને ઇનકમ ટેક્સ ટ્રમ્પે ‘ગ્લોબલ ટેરિફ’ (Global Tariff) ને ઇનકમ ટેક્સના વિકલ્પ તરીકે રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટે જૂના ટેરિફ રદ કર્યા હોવા છતાં, ટ્રમ્પે સત્તાનો ઉપયોગ કરી ટેરિફ 10% થી વધારીને 15% કરી દીધો છે. તેમણે કહ્યું કે વિદેશી દેશો પાસેથી વસૂલાતો આ ટેક્સ અમેરિકન નાગરિકો પરનો બોજ ઓછો કરશે.
આર્થિક સફળતાના આંકડા ટ્રમ્પે દાવો કર્યો કે તેમના શાસનમાં ફુગાવો 5 વર્ષના લઘુત્તમ સ્તરે છે. ચૂંટણી પછી શેરબજારે 53 વાર ઓલ-ટાઇમ હાઈ (All-time High) સપાટી વટાવી છે. તેમના પ્રથમ વર્ષમાં જ 18 Trillion USDનું રોકાણ આવ્યું છે. સરહદ સુરક્ષા મામલે તેમણે જણાવ્યું કે ડ્રગ્સની તસ્કરીમાં 56% નો ઘટાડો થયો છે. આ ઉપરાંત, વિન્ટર ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર હોકી ટીમના ગોલકીપરને ‘પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ’ (Presidential Medal of Freedom) આપવાની પણ જાહેરાત કરી હતી.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…