World

ટ્રમ્પે 20 મિનિટના ભાષણમાં ઈરાન અને હોર્મુઝ મુદ્દે દુનિયાને શું કહ્યું….

અમેરિકા (USA), ઈઝરાયલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક નિર્ણાયક વળાંક પર આવી ગયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) તાજેતરમાં 20 મિનિટનું ઐતિહાસિક સંબોધન આપતા અનેક મોટા દાવા કર્યા છે. ટ્રમ્પે સૈન્ય વિજયનો (Military Victory) હુંકાર ભરતા જણાવ્યું કે છેલ્લા ચાર અઠવાડિયામાં અમેરિકન સેનાએ અત્યંત ઝડપી અને નિર્ણાયક જીત મેળવી છે.

તેમણે દાવો કર્યો કે ઈરાનની નૌકાદળ (Navy) અને વાયુસેના (Air Force) હવે લગભગ ખતમ થઈ ચૂકી છે અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) નું કમાન્ડ નેટવર્ક તોડી પાડવામાં આવ્યું છે. ટ્રમ્પના મતે, ઈરાનની મિસાઇલ અને ડ્રોન ક્ષમતાને એટલી હદે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે કે યુદ્ધના ઇતિહાસમાં આટલા ઓછા સમયમાં કોઈ દુશ્મને આટલી મોટી પાયમાલી વેઠી નથી.

જીતના દાવા વચ્ચે જંગ ચાલુ રહેવાના સંકેત એક તરફ જીતનો દાવો છે, તો બીજી તરફ આ જંગ હજુ અટકવાના કોઈ સંકેત નથી. પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે આગામી 2 થી 3 અઠવાડિયામાં ઈરાનને વધુ કડક જવાબ આપવામાં આવશે. તેમણે ઈરાનના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Oil Infrastructure) પર હુમલાની સીધી ચેતવણી પણ આપી છે. ટ્રમ્પે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એવા હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) અંગે મોટું નિવેદન આપતા કહ્યું કે અમેરિકાને હવે તેની જરૂર નથી. જે દેશો આ જંગમાં સાથ નથી આપી રહ્યા તેમને તેમણે ‘ગદ્દાર’ ગણાવ્યા છે.

ટ્રમ્પના દાવા મુજબ, ઈરાન હાલ ભારે દબાણમાં છે અને તેણે યુદ્ધવિરામ (Ceasefire) માટે વિનંતી કરી છે. અમેરિકન પ્રમુખે મક્કમતાથી જણાવ્યું કે તેમનું મુખ્ય લક્ષ્ય ઈરાનને પરમાણુ હથિયારોથી (Nuclear Weapons) દૂર રાખવાનું છે. આમ, વિજયનો ઉત્સાહ અને ભવિષ્યના જોખમો વચ્ચે ટ્રમ્પના નિવેદનોએ વિશ્વભરમાં ‘શાંતિ કે સંઘર્ષ’ના પ્રશ્નને વધુ ગૂંચવી દીધો છે.

Chief Editor

Recent Posts

વ્યવસાયોમાં દીકરીઓના વારસાઈ હક્કોનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં

શું દીકરીઓ તેમના પિતાના જીવનકાળ દરમિયાન કૌટુંબિક સંપત્તિમાં હિસ્સો માંગી શકે છે? લક્ષ્મી વેણુએ બુધવારે…

1 hour ago

કડક સુરક્ષા વચ્ચે કાર્તિગાઈ દીપમ પ્રગટાવાયો

સશસ્ત્ર CRPF જવાનોની કડક સુરક્ષા અને 'વેત્રીવેલ, વીરાવેલ' (ભગવાન મુરુગનના ભાલાનો વિજય થાઓ, ભગવાનના પરાક્રમી…

2 hours ago

फ्रिमोंट में INSAF का थैंक्सगिविंग कार्यक्रम आयोजित, 12 वर्षीय जील ने गीतों से जीता सभी का दिल

कैलिफोर्निया के बे एरिया स्थित INSAF (इंडो अमेरिकन सीनियर्स एसोसिएशन, फ्रिमोंट) की ओर से दिवाली…

1 day ago

ફ્રિમોન્ટમાં INSAFનો થેન્ક્સગિવિંગ કાર્યક્રમ યોજાયો, 12 વર્ષની જીલના ગીતોએ સૌનાં દિલ જીત્યાં

INSAF Thanksgiving | કેલિફોર્નિયાના બે એરિયા સ્થિત INSAF (ઇન્ડો અમેરિકન સિનિયર્સ એસોસિએશન, ફ્રિમોન્ટ) દ્વારા દિવાળી…

2 days ago

ડલાસમાં ભવ્ય અન્નકૂટ

વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા રવિવાર નવેમ્બર ૧૫ના રોજ સાંજે ૪ વાગે ભવ્ય અન્નકૂટ યોજાયો વૈષ્ણવ…

2 days ago

कनाडा में ब्राह्मण समाज द्वारा दिवाली गाला डिनर का आयोजन, 11 प्रतिभाओं को किया गया सम्मानित

Brahmin Samaj of Ontario | कनाडा में भारतीय संस्कृति और परंपराओं को जीवंत रखने तथा…

2 days ago