Gujarat

Teachers Day / શિક્ષક દિનની ઉજવણીમાં વિદ્યાર્થીઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલે સંવાદ કર્યો

  • CMએ શિક્ષક કલ્યાણનિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો
  • બાળકો પાસેથી શિક્ષણકાર્ય અંગેની જાણકારી લીધી
  • શાળા પરિસરની સુવિધાઓની જાણકારી મેળવી હતી

રાજ્યભરમાં આજે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક કલ્યાણનિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો છે. ગાંધીનગરની શાળાનાં બાળકો સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંવાદ કર્યો હતો. તેમજ બાળકો પાસેથી શિક્ષણકાર્ય અંગેની જાણકારી મેળવી છે.

મુખ્યમંત્રી શાળા પરિસરની સુવિધાઓની જાણકારી મેળવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પરિસરની સુવિધાઓની જાણકારી મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષકદિન અવસરે ગુરુજનો પ્રત્યે ઋણ અદા કરતાં શિક્ષક કલ્યાણનિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને સમર્થ શિક્ષક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિએ દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શિક્ષક કલ્યાણનિધિમાં ઉદાર હાથે ફાળો આપીને ગુરુવર્યો પ્રત્યેનું ઋણ ચૂકવવાની પરંપરા છે.

 

ફાળો ગાંધીનગરની શાળાનાં બાળકોને અર્પણ કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ શિક્ષક કલ્યાણ પરિપાટીને અનુસરતાં શિક્ષક કલ્યાણનિધિમાં પોતાનો ફાળો ગાંધીનગરની શાળાનાં બાળકોને અર્પણ કર્યો હતો. લવારપુર પ્રાથમિક શાળા અને શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી આ ફાળો સ્વીકાર્યો હતો. ગાંધીનગર જિલ્લા કલેક્ટર હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌતમ, જિલ્લા પોલીસ અધિકારી રવિ તેજા વસમ શેટ્ટી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભરતભાઈ પ્રજાપતિ અને શિક્ષકો આ અવસરે જોડાયાં હતાં. મુખ્યમંત્રીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ કરીને શિક્ષણકાર્ય અંગેની માહિતી તથા શાળા પરિસરની સુવિધાઓની જાણકારી મેળવી હતી.

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

15 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

15 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago