Constable Nayana Baraiya Suicide Attempt | ભાવનગર (Bhavnagar) પોલીસ બેડામાં ફરી એકવાર વિવાદ સર્જાયો છે. સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદના સાળંગપુર રોડ પર આવેલી એક ગેસ્ટહાઉસમાં ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ (Suicide Attempt) કરતા ચકચાર મચી ગઈ છે.
DySP રીમા ઝાલા પર સનસનીખેજ આક્ષેપ
આપઘાતનો પ્રયાસ કરતા પહેલા નયનાએ એક વીડિયો (Video) સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેમાં તેણે DySP રીમા ઝાલા પર અત્યંત ગંભીર આક્ષેપો લગાવ્યા છે. નયનાએ આક્ષેપ કર્યો કે DySP રીમા ઝાલાએ તેનું ઘર વેરવિખેર કરી નાખ્યું છે. રપકડ (Arrest) દરમિયાન મહિલા પોલીસ સાથે ન રાખવી અને 350 કિમી સુધી વૉશરૂમ જવા ન દેવા જેવા અત્યાચારના આરોપો લગાવ્યા છે.
શું હતો સમગ્ર મામલો?
નયના બારૈયા અગાઉ એટ્રોસિટી કેસ (Atrocity Case)માં ફરાર આરોપી પાર્થ દિનેશ ધાંધલ્યાને પોતાના ઘરે આશરો આપવા બદલ વિવાદમાં આવી હતી.
સસ્પેન્શન: ગુનેગારને મદદ કરવાના ગુનામાં તેને ફરજ પરથી સસ્પેન્ડ (Suspended) કરવામાં આવી હતી.
જામીન: જેલવાસ બાદ ગત 10 ફેબ્રુઆરીએ જ તેને જામીન (Bail) મળ્યા હતા, જેના બીજા જ દિવસે તેણે આ આઘાતજનક પગલું ભર્યું છે.
ઝેરી દવા પી લેતા નયના બારૈયાને તાત્કાલિક બોટાદની ખાનગી હોસ્પિટલ (Private Hospital) માં દાખલ કરવામાં આવી છે. હાલ તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ઉચ્ચ સ્તરીય તપાસ (Investigation) શરૂ થવાની શક્યતા છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…