India Development

Video : ‘ઓપરેશન મહાદેવ’માં પહેલગામ હુમલાના 3 આતંકી ઠાર માર્યા’:  અમિત શાહ

પહેલગામ હુમલા (Pahalgam attackers)ને અંજામ આપનારા ત્રણ આતંકવાદીઓને ભારતીય સેનાએ ઠાર માર્યા છે. આ જાહેરાત કેન્દ્રીય ગૃહ મંત્રી (Home minister) અમિત શાહે (Amit Shah) મંગળવારે લોકસભામાં કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે ‘ઓપરેશન મહાદેવ’ (Operation Mahadev) એ આતંકવાદીઓને તેમના અંજામ સુધી પહોંચાડ્યા. સંસદમાં શાહે જણાવ્યું કે સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે ‘ઓપરેશન મહાદેવ’ દ્વારા ત્રણ આતંકવાદીઓને માર્યા છે, જેમાં સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાન અને જીબ્રાનનો સમાવેશ થાય છે.

ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું કે સુલેમાન લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો, જે ગગનગીર આતંકવાદી હુમલામાં સામેલ હતો. તેના બધા પુરાવા એજન્સીઓ પાસે છે. આતંકવાદી અફઘાન અને જીબ્રાન, લશ્કરના ‘એ’ શ્રેણીના આતંકવાદી હતા. અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું કે ત્રણેય આતંકવાદીઓ બૈસરન ઘાટી હુમલામાં સામેલ હતા.

‘ઓપરેશન મહાદેવ’નું વિસ્તૃત વર્ણન
અમિત શાહે જણાવ્યું કે, પહેલગામ હુમલા પછી 23 એપ્રિલે એક સુરક્ષા મીટિંગ કરવામાં આવી. સૌથી પહેલા નિર્ણય લેવામાં આવ્યો કે આતંકવાદીઓ દેશ છોડીને પાકિસ્તાન ભાગી ન શકે. આની સંપૂર્ણ પાકી વ્યવસ્થા કરવામાં આવી અને આતંકવાદીઓને ભાગવા દીધા નહીં. 22 મેના રોજ IB પાસે માહિતી આવી હતી.

ડાચીગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની જાણકારી મળી હતી. સેના અને IB સિગ્નલ કેપ્ચર કરીને 22 આતંકવાદીઓ વિશેની માહિતી પાકી કરી. 22 જુલાઈએ સેન્સર દ્વારા આતંકવાદીઓની હાજરીની પુષ્ટિ થઈ. સેનાના 4 પેરાના જવાન, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ એકસાથે આતંકવાદીઓને ઘેરવાનું કામ કર્યું. સોમવારે ઓપરેશન થયું, તેમાં પહેલગામ હુમલાના ત્રણેય આતંકવાદીઓ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા.

ફોરેન્સિક પુરાવા અને પુષ્ટિ
અમિત શાહે લોકસભામાં જાણકારી આપી છે કે પહેલગામ હુમલા દરમિયાન મળેલા કારતૂસના ખોખા અને આતંકવાદીઓની રાઇફલના ખોખાનું મેચિંગ થયું છે. આતંકવાદીઓ પાસેથી એક M-9 અમેરિકન અને બે AK-47 રાઇફલ જપ્ત કરવામાં આવી હતી. ગૃહ મંત્રીએ લોકસભામાં જાણકારી આપી કે ચંદીગઢ FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ના રિપોર્ટમાં કારતૂસનું મેચિંગ થયું છે. 6 વૈજ્ઞાનિકોએ ક્રોસ ચેક કર્યું છે. વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે આ તે જ ગોળીઓ છે જે પહેલગામમાં ચલાવવામાં આવી હતી.


Chief Editor

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

7 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

7 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

8 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

10 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

10 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

10 hours ago