Business

એક ઝાટકે ₹51,000 વધશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર, જો પૂરી થઈ આ ડિમાન્ડ

8th Pay Commission |  ૮મા પગાર પંચ (8th Pay Commission) ને મેમોરેન્ડમ અને સૂચનો સબમિટ કરવાની ડેડલાઇન ૧૫ જૂને પૂરી થઈ ગઈ છે. હવે મુખ્ય ફોકસ કર્મચારીઓ અને પેન્શનર્સની માંગણીઓ પર આધારિત ભલામણો પર છે.

કર્મચારી યુનિયનો દ્વારા રાખવામાં આવેલી માંગણીઓમાં સૌથી મહત્વની માંગ ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) માં સુધારો કરવાની છે.

હાલમાં ૭મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર ૨.૫૭ લાગુ છે, જેને વધારીને ૩.૮૩ કરવાની માંગ કરવામાં આવી છે. જો આ માંગ સ્વીકારવામાં આવે તો અંદાજે ૫૫ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૯ લાખ પેન્શનરોને મોટો ફાયદો થશે.

ફિટમેન્ટ ફેક્ટર એ એક એવો આંકડો છે જેનો ઉપયોગ કર્મચારીના જૂના બેઝિક પે (Basic Pay) ને નવા સુધારેલા બેઝિક પેમાં બદલવા માટે થાય છે.

આ માટેનું ફોર્મ્યુલા New Basic Pay = Current Basic Pay X FF છે. અગાઉ ૬ઠા પગાર પંચમાં આ આંકડો ૧.૮૬ હતો, જે ૭મા પગાર પંચમાં ૨.૫૭ કરાતાં ન્યૂનતમ બેઝિક સેલરી ૭,૦૦૦ રૂપિયાથી વધીને ૧૮,૦૦૦ રૂપિયા થઈ ગઈ હતી.

જો સરકાર ૩.૮૩ ફિટમેન્ટ ફેક્ટરની માંગ સ્વીકારી લે, તો ન્યૂનતમ બેઝિક પે ૬૮,૯૪૦ રૂપિયા થઈ જશે, એટલે કે ૧૮,૦૦૦ રૂપિયા મેળવતા કર્મચારીઓને સીધો ૫૧,૦૦૦ રૂપિયાનો વધારો મળશે.

જોકે, સરકાર ફિટમેન્ટ ફેક્ટર કેટલું રાખશે તે તેના નિર્ણય પર નિર્ભર કરે છે. અલગ-અલગ સંભાવનાઓ મુજબ સેલરીની ગણતરી નીચે મુજબ થઈ શકે છે:

૧૮,૦૦૦ રૂપિયા ન્યૂનતમ સેલરી વાળા કર્મચારીઓ માટે:

  • ફિટમેન્ટ ફેક્ટર ૩.૦ પર: ₹૫૪,૦૦૦
  • ફિટમેન્ટ ફેક્ટર ૩.5 પર: ₹૬૩,૦૦૦
  • ફિટમેન્ટ ફેક્ટર ૩.૮૩ પર: ₹૬૮,૯૪૦

૪૪,૯૦૦ રૂપિયા વર્તમાન બેઝિક પે વાળા કર્મચારીઓ માટે:

  • ફિટમેન્ટ ફેક્ટર ૩.૦ પર: ₹૧,૩૪,૭૦૦
  • ફિટમેન્ટ ફેક્ટર ૩.5 પર: ₹૧,૫૭,૧૫૦
  • ફિટમેન્ટ ફેક્ટર ૩.૮૩ પર: ₹૧,૭૧,૯૬૭

આ આંકડા માત્ર ફિટમેન્ટ ફેક્ટરની અસર સમજાવવા માટેના ઉદાહરણો છે. અંતિમ સેલરી વધારો પગાર પંચની આખરી ભલામણો અને સરકારની મંજૂરી પર જ આધાર રાખશે.

Chief Editor

Recent Posts

એપ્રિલથી ઑક્ટોબર 2026 દરમિયાન 30 મિલિયન ટન માલનું લદાન કર્યું

અમદાવાદ મંડળનું ઓક્ટોબર 2026 માં શાનદાર પ્રદર્શન : રેકોર્ડ 236 લૉંગ હૉલ ટ્રેનોનું સંચાલન, ગયા…

9 hours ago

વિકસિત ગુજરાત@૨૦૪૭ : હાયર એજ્યુકેશન ફોર ફ્યુચર વર્કફોર્સ રેડીનેસ કોન્ફરન્સ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં GRIT આયોજિત ‘વિકસિત ગુજરાત@૨૦૪૭ : હાયર એજ્યુકેશન ફોર ફ્યુચર વર્કફોર્સ રેડીનેસ…

9 hours ago

ब्रिटेन में कार रेस में मां-बेटी की मौत, भारतीय मूल के 2 युवकों को 28 साल की जेल

ब्रिटेन में सार्वजनिक सड़क पर तेज रफ्तार से कार रेस लगाने के कारण एक मां…

19 hours ago

ઓમાન નજીક કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાતના એક ખલાસીનું મોત, 13 સુરક્ષિત બચાવ્યા

Oman cargo attack | ઓમાનના દરિયાકાંઠે અને હોર્મુઝ સ્ટ્રેટ પાસે ભારતીય ધ્વજવાળા કાર્ગો જહાજ 'MSV…

20 hours ago

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું **…

2 days ago

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…

2 days ago