Categories: Religious

હોળાષ્ટક 2026: 24 ફેબ્રુઆરીથી હોળાષ્ટકનો પ્રારંભ, જાણો 8 દિવસ સુધી કેમ શુભ કાર્યો નહીં થઈ શકે

હોળાષ્ટક (Holashtak): હોળીના તહેવારના 8 દિવસ પહેલાથી હોળાષ્ટક શરૂ થાય છે. શાસ્ત્રો અનુસાર, ફાગણ સુદ આઠમથી લઈને હોલિકા દહન સુધીના આ સમયગાળામાં તમામ માંગલિક અને શુભ કાર્યો પર પ્રતિબંધ (Ban) હોય છે. વર્ષ 2026 માં હોળાષ્ટકની શરૂઆત 24 ફેબ્રુઆરી થી થવા જઈ રહી છે.

હોળાષ્ટકની મુખ્ય તિથિઓ
વર્ષ 2026 માં હોળાષ્ટક 24 ફેબ્રુઆરી ના રોજ સવારે 07:03 વાગ્યાથી શરૂ થશે. આ 8 દિવસોમાં નીચે મુજબના મહત્વના પર્વો પણ આવશે:
24 ફેબ્રુઆરી: હોળાષ્ટકનો પ્રારંભ (Holashtak Start)
27 ફેબ્રુઆરી: આમલકી એકાદશી અને રંગભરી એકાદશી
28 ફેબ્રુઆરી: નૃસિંહ દ્વાદશી
1 માર્ચ: પ્રદોષ વ્રત
2 માર્ચ: હોલિકા દહન (ભદ્રા સમાપ્ત થયા બાદ રાત્રે)

કયા કાર્યો કરવા પર મનાઈ હોય છે?
હોળાષ્ટક દરમિયાન નકારાત્મકતા (Negativity) વધુ હોવાથી શાસ્ત્રોમાં 16 સંસ્કારો કરવાની મનાઈ છે. જેમાં મુખ્યત્વે:
લગ્ન સંસ્કાર (Marriage)
જનોઈ સંસ્કાર (Thread Ceremony)
નામકરણ સંસ્કાર (Naming Ceremony)
ગૃહ પ્રવેશ અને મુંડન સંસ્કાર

શા માટે હોળાષ્ટકને અશુભ માનવામાં આવે છે? (Reason for Holashtak)
ધાર્મિક માન્યતાઓ મુજબ, હોળાષ્ટક અશુભ હોવા પાછળ મુખ્ય બે પૌરાણિક કારણો છે:

કામદેવનું દહન: હોળાષ્ટકના પ્રથમ દિવસે જ ભગવાન શિવે પોતાની ત્રીજી આંખ ખોલીને કામદેવને ભસ્મ (Destroyed) કર્યા હતા.

ભક્ત પ્રહલાદની પીડા: હિરણ્યકશ્યપે પોતાના પુત્ર ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા માટે આ 8 દિવસોમાં અસહ્ય યાતનાઓ આપી હતી. પ્રહલાદને યાતના આપવાના આ દિવસો હોવાથી તેને માંગલિક કાર્યો માટે અશુભ ગણવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર મુજબ, આ દિવસોમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ જેવા આઠ ગ્રહો ઉગ્ર સ્વરૂપમાં હોય છે, જેની માનવ જીવન પર પ્રતિકૂળ અસર પડે છે.

ડિસ્ક્લેમર: આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. વધુ વિગતવાર માહિતી માટે નિષ્ણાત જ્યોતિષી કે પંડિતની સલાહ લેવી જરૂરી છે.

user 1

Share
Published by
user 1

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

3 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

4 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

5 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

7 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

7 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

7 hours ago