સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે અંગદાન

ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ દિનની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં બે

અંગદાન થકી 5 પીડિતોને નવ અવતરણ

…………………

ભાવનગરના ૨૦ વર્ષીય અંકિતાબેન અને રાજકોટના ૩૭ વર્ષીય મૈત્રૈય ભાઇ
બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો :

……………….

દિવસ-રાત, તડકી-છાયડી, વાર-તહેવાર ને ભૂલ્યા વગર સિવિલ હોસ્પિટલના
તબીબો દ્વારા અંગદાનનો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવી રહ્યો છે –

સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે અંગદાન થયા છે. ભગવાન શ્રી
કૃષ્ણના અવતરણ દિન જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં થયેલ અંગદાનથી ૫
પીડિત વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
આ બે બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનમાં ૪ કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. જે
સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું
છે.


સિવિલ હોસ્પિટલના ૮૫ માં અંગદાનની વિગતો જોઇએ તો ૨૦ વર્ષીય અંકિતાબેન
ગોસ્વામી કે જેઓ ભાવનગરના શિહોર તાલુકાના વતની હતા તેઓને 16 મી ઓગસ્ટે માર્ગ
અકસ્માત સાંપડતા સધન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ

કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ૧૮ મી ઓગસ્ટના રોજ તેમને બ્રેઇનડેડ જાહેર
કરવામાં આવતા પરિવારજનોએ અંગદાનનો હ્યદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. અંકિતાબેનના
અંગદાનથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે.
જ્યારે 86 માં અંગદાનની વિગતમાં 37 વર્ષીય રાજકોટ , જેતપુરના વૈધ્ય મૈત્રૈય ને 16
મી ઓગસ્ટના રોજ ઢડી પડવાથી માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેમને પણ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા
તેમને બ્રેઇનડેડ જાહેર કરાતા બે કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલનો
અંગદાન ક્ષેત્રનો સેવાયજ્ઞ અવિરત ચાલુ છે. તબીબો દિવસ-રાત, તડકી- છાયડી, વાર –
તહેવાર જોયા વગર બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોના સહયોગ થી અંગદાન થકી નવીન
જીંવન આપવાના ભાવ સાથે ફરજ રત છે. અત્યારસુધીમાં સિવિલ હોસ્પિટલમાં 86 અંગદાનમાં
મળેલા 271 અંગો થકી 248 વ્યક્તિઓને નવ અવતરણ મળ્યું છે. તેમનું જીવન કાર્યક્ષમ બન્યું
છે.

H S

Share
Published by
H S

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

7 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

7 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

9 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

10 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

11 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

11 hours ago