વિશ્વ યોગ દિવસ : ગાંધીનગરમાં રાજભવનના પ્રાંગણમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ યોગાસન-પ્રાણાયામ કર્યા

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કહ્યું કે, યોગ એ આસન કે વ્યાયામ માત્ર નથી, ભારતના ઋષિમુનિઓએ વર્ષો સુધી કઠિન તપશ્ચર્યા કરીને માનવજાતના કલ્યાણ માટે આપેલી વિદ્યા અને મહાન શાસ્ત્ર છે.

ગાંધીનગરમાં રાજભવનના પ્રાંગણમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ યોગાસન-પ્રાણાયામ કર્યા હતા. વિશ્વ યોગ દિવસે તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાથી સમસ્ત વિશ્વના કલ્યાણ માટે યોગ કરવા આહવાન કર્યું અને આજે આખી દુનિયા યોગ કરી રહી છે, એ ભારત માટે ગર્વની વાત છે.

સ્વાસ્થ્ય ઉત્તમ હશે તો જ અન્ય જવાબદારીઓ અને કર્તવ્યોનું સારી રીતે નિર્વહન થઈ શકશે. શરીર છે તો દુનિયા છે. પ્રવૃત્તિ રહેવા માટે શરીરનું સ્વસ્થ હોવું જરૂરી છે. નિયમિત યોગાસન અને પ્રાણાયામ કરવાથી શરીર સ્વસ્થ અને નીરોગી રહે છે. મન અને બુદ્ધિ એકાગ્ર થાય છે. પરિણામે કઠિન કાર્યો સરળતાથી કરવાની સમર્થતા આવે છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ યોગને દિનચર્યાનો ભાગ બનાવવા અને તેનું નિયમિત અધ્યન કરવાનો અનુરોધ કર્યો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સ્વયં પણ દરરોજ નિયમિત યોગ અને પ્રાણાયામ કરે છે.

રાજભવનના પ્રાંગણમાં ગાંધીનગરના વરિષ્ઠ યોગગુરુ શ્રી અશ્વિનભાઈ દવેએ યોગાસન અને પ્રાણાયામ કરાવ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમનું સન્માન કર્યું હતું. સમસ્ત રાજભવન પરિવારે યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આત્મવિકાસ માટે મનને સંતુલિત રાખવાના તથા પોતાના કર્તવ્યો અને સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધતાના શપથ પણ લીધા હતા.

H S

Share
Published by
H S

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

8 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

9 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

10 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

11 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

12 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

12 hours ago