વડોદરામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. હરણી ખાતે મોટનાથ લેકમાં 23થી વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષક સાથે બોટ પલટી મારી ગઈ હતી, જેમાં 13 બાળકો 2 શિક્ષકો સહિત 15 લોકોના મોત થયા છે.
વડોદરાની ન્યુ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણીના મોટનાથ તળાવના પ્રવાસે ગયા હતા. અહીં 23 જેટલા વિદ્યાર્થી અને 4 શિક્ષક એક જ બોટમાં બોટિંગ માટે બેઠા હતા, તે સમયે બોટ પલટી મારી ગઈ હતી, જેમાં શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ તળાવમાં ડુબ્યા હતા. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અનુસાર ઘટના સમયે બોટમાં લગભગ 27 લોકો સવાર હતા. જ્યારે 19 બાળકો અને ચાર શિક્ષકોને બહાર કાઢીને વિવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.
વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાની તપાસ ઉચ્ચ કક્ષાએ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. વિગત વાર તપાસ અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવાનો રહેશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોના ખબર અંતર પૂછ્યા હતા અને બાળકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…