નવી દિલ્હી, તા. 30-03-2022
ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર આઈએસઆઈ (ISI) માર્કવાળા કાર્બન સ્ટીલ કાસ્ટ બિલેટ ઈનગોટ બનાવતી યુનિટ, કાર્બન સ્ટીલ કાસ્ટ બિલેટ ઈનગોટ મેન્યુફેક્ચરિંગ યુનિટ, સિદ્ધિ વિનાયક સ્ટીલ ખડોલી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સિલવાસા તારીખ 30-03-2022ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન, યુનિટમાંથી ISI માર્ક વગર લગભગ 20 મેટ્રિક ટન કાસ્ટ બિલેટ સ્ટીલ બરામદ કરી, જપ્ત કરવામાં આવ્યું હતું. જો કે ઉપરોક્ત યુનિટ પાસે કાર્બન સ્ટીલ કાસ્ટ બિલેટ ઈનગોટ કેટલાક માટે બીઆઈએસ લાયસન્સ ન હતું. વગર ISI માર્કના કાર્બન સ્ટીલ કાસ્ટ બિલેટ ઈનગોટનું ઉત્પાદન કરી શકાતું નથી. તેથઈ ઉપરોક્ત યુનિટના ત્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી.
સ્ટીલ અને સ્ટીલ પ્રોડક્ટ્સ (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડર 2020 મુજબ, આઈએસ 2830 અને આઈએસ 2831 હેઠળ આતા તમામ પ્રકારના કાર્બન સ્ટીલ કાસ્ટ બિલેટ ઈનગોટ પર આઈએસઆઈ (ISI) માર્ક ફરજિયાત બનાવવામાં આવ્યો છે. અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી આઈ.એસ.આઈ માર્ક લગાવેલ કાર્બન સ્ટીલ કાસ્ટ બિલેટ ઈનગોટનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં. આવું કરનારનાં વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ, 2016 નાં અનુચ્છેદ 17 નાં ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે. જે અંતર્ગત બે વર્ષ સુધીની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2,00,000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.
બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદકોનું ઉત્પાદન કરતા હોય છે. આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા સમયાંતરે જારી કરાયેલ ગુણવત્તા નિયંત્રણ આદેશોનું ઉલ્લંઘન પણ સજાપાત્ર ગુનો બને છે. ભારતીય માનક બ્યુરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે આઈ.એસ.આઈ માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોનાં માનકચિન્હના દુરુપયોગની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણન ના હેઠળ આવત્તા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કારીમાબાદ એડમીન બિલ્ડીંગ, ઘોડ દોડ રોડ, સુરત-395001, ફોનનં. 0216-2990071 પર લખી શકે છે. ફરિયાદ ને subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સુચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…