Categories: Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘આઝાદી કી યાદે’ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું

અમદાવાદના એસ.પી. રિંગરોડ પરના ‘સરદાર પેટ્રો સ્ટેશન’ પરિસરમાં નિર્મિત મ્યુઝિયમમાં

આઝાદીના લડવૈયાઓની યશગાથાનું રસપ્રદ નિદર્શન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના એસ.પી. રિંગરોડ પર બાકરોલ નજીક આવેલા સરદાર
પેટ્રો સ્ટેશન પરિસરમાં નિર્મિત ‘આઝાદી કી યાદે’ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. ભારતને આઝાદી
અપાવનારા વીર સેનાનીઓના સંઘર્ષ અને ભારતના ૪૦૦ વર્ષ જુના ઇતિહાસને ઉજાગર કરતું આ
મ્યુઝિયમ અમદાવાદનું આગવું નજરાણું બની રહેશે.


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની આઝાદીના લડવૈયાઓના યોગદાનને ઉજાગર કરવા,
તથા નવી પેઢીને તેનું સ્મરણ રહે તે માટે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાની પ્રેરણા આપી છે.
ઇન્ડીયન ઓઇલ કંપનીએ દેશભરમાં આવેલા ૭૫ જેટલા પેટ્રોલ પંપ પર આઝાદીનો અમૃત મહોત્સવ
ઉજવવાનું નક્કી કર્યું, જેની ફલશ્રુતિરૂપે સરદાર પેટ્રો સ્ટેશન ‘આઝાદી કી યાદે’ મ્યુઝિયમના નિર્માણ માટે
પસંદગી પામ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીમાં આ પેટ્રો સ્ટેશન પ્રથમ ક્રમે આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ‘આઝાદી કી યાદે’ મ્યુઝિયમની મુલાકાત લઈને મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલી
માહિતી અને વસ્તુઓ નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ઇન્ડીયન ઓઇલ કંપનીને પણ આ મ્યુઝિયમના નિર્માણ માટે અભિનંદન પાઠવ્યા હતા.
પેટ્રોલ પંપ પરિસરમાં બનેલું આ મ્યુઝિયમ અનોખું છે. આ ભારતનું પહેલું એવું પેટ્રો સ્ટેશન છે કે
જ્યાં મ્યુઝિયમ થકી દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હોય. અત્યાધુનિક લાઈટ અને
સેટઅપ સાથે અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ સહિતના
રાષ્ટ્રનાયકોની યશગાથા વર્ણવવામાં આવી છે. આ ઉપરાંત ભારતના પ્રાચીન શાસકોથી લઈને તમામ
વડાપ્રધાશ્રીઓની તસવીરો અને યાદી મુકાઈ છે.

ભારતે કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પેટ્રોલિયમ ક્ષેત્રે કરેલી પ્રગતિ વગેરે બાબતોને આવરી
લેવામાં આવી છે. આ ઉપરાંત આઝાદીની લડાઈમાં મહિલાઓના યોગદાનને પણ વણી લેવામાં આવ્યું
છે. સાથોસાથ અહીં રાજાશાહી વખતનું ચલણી નાણું પ્રદર્શિત કરાયું છે.
મ્યુઝિયમના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી
હિતેશ બારોટ, ભાજપના મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હર્ષદગીરી
ગોસ્વામી સહિત અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

H S

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

21 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

21 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

2 days ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

2 days ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

2 days ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago