Gujarat Development

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના નવા કાર્યાલયનું ભૂમિપૂજન કર્યું

CAG શ્રી ગિરીશ ચંદ્ર મુર્મૂની પ્રેરક ઉપસ્થિતિ

ગુજરાતે સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપનથી પ્રજાના નાણાંનો વિકાસકામો માટે સુચારું ઉપયોગ કર્યો છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

IAAD કચેરી ગાંધીનગર ખાતે સ્થળાંતર થતાં રાજ્ય સરકારના વિભાગો અને AG વચ્ચે સંવાદ-સંકલન વધશે અને સમય-નાણાની બચત થશેઃ CAG શ્રી ગિરીશ ચંદ્ર મુર્મૂ

૧૭૮૬૦ ચો. મી.માં નિર્માણ થનારું નવું ભવન અત્યાધુનિક સુવિધાઓ સાથેનું પર્યાવરણને અનુકૂળ ગ્રીન બિલ્ડિંગ હશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના નવા કાર્યાલયનું ભૂમિપૂજન કર્યું હતું.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, CAG અને સરકાર સામસામે હોવાની વર્ષો જૂની માન્યતા બદલીને CAG સરકાર સાથે સાથે રહે તેમજ CAGના સૂચનોને પોઝિટિવ એપ્રોચથી સ્વીકારવાની કાર્યપ્રથા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વમાં સરકારે અપનાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારથી કેગ દ્વારા કરવામાં આવતાં ઓડિટના સૂચનને હંમેશા હકારાત્મક રીતે લીધા છે. એટલું જ નહિ, સુદૃઢ નાણાંકીય વ્યવસ્થાપનથી પ્રજાના નાણાનો વિકાસકામો માટે સુચારું ઉપયોગ કર્યો છે. તેના પરિણામે આજે ગુજરાતે તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. વર્ષ ૧૯૯૫માં રાજ્યનું બજેટ માત્ર ૧૨ હજાર કરોડ રૂપિયા હતું તે વધીને આ વર્ષે ૩ લાખ કરોડથી પણ વધુનું થયું છે, જે રાજ્યના નાણાંકીય વ્યવસ્થાપન અને કરકસરપૂર્વકના વહીવટની સાબિતી છે.

શ્રી પટેલે કહ્યું હતું કે, ગત એપ્રિલમાં ૧.૮૭ લાખ કરોડનું રેકોર્ડબ્રેક જીએસટી કલેક્શન સૂચવે છે કે દેશના દરેક ક્ષેત્રમાં ધંધા રોજગારનું પ્રમાણ સારું છે. ઉદ્યોગ-વ્યવસાય માટે જરૂરી એવી વીજળી, પાણી અને તમામ પ્રકારની કનેક્ટિવિટી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

તાજેતરના ભારત સરકારના એક અહેવાલ મુજબ ગુજરાત સૌથી વધુ રોજગારી પૂરું પાડતું રાજ્ય છે. રાજ્ય સરકાર દ્વારા યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટે દેશ અને દુનિયાને ઉદ્યોગ-ધંધા માટે સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે દુનિયાનો દરેક દેશ ભારત સાથે બિઝનેસ કરવા ઈચ્છે છે અને એમાંય ગુજરાત ઉદ્યોગ-વ્યવસાય માટે મોસ્ટ ફેવર્ડ ડેસ્ટિનેશન રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ અત્યાર સુધી અમદાવાદ અને રાજકોટ એમ બે સ્થળે કાર્યરત AG ઓફિસ હવે પાટનગર ગાંધીનગરમાં આવનારા દિવસોમાં કાર્યરત થશે. તેથી પરસ્પર સંકલન વધુ સક્ષમ-ઝડપી બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક શ્રી ગિરીશ ચંદ્ર મુર્મૂએ પ્રસંગોચિત ઉદબોધનમાં કહ્યું કે, ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટની કચેરીનું ગાંધીનગર ખાતે સ્થળાંતર થવાથી રાજ્ય સરકાર અને વિભાગ વચ્ચે સંવાદ-સંકલન વધશે અને સમય-નાણાની બચત થશે. તેમજ રાજ્ય સરકાર અને વિભાગ વચ્ચે સમયસર જવાબ રજૂ કરવા અને ચર્ચા કરવા માટે સમય ઘટશે. આથી ઓડિટ સંબંધિત અગાઉના પડતર પ્રશ્નોનું પણ વહેલી તકે નિરાકરણ આવશે. તેમજ પરસ્પર પત્ર-વ્યવહાર અને તાલમેલ અંગેની કઠણાઈ ઘટશે તથા અધિકારીઓના સમય, ઊર્જા અને પ્રવાસ ખર્ચમાં પણ બચત થશે.

શ્રી મુર્મૂએ વધુમાં કહ્યું હતું કે, નિર્માણ થનારું નવું ભવન અત્યાધુનિક સુવિધાઓ સાથેનું પર્યાવરણને અનુકૂળ ગ્રીન બિલ્ડિંગ હશે. આ કાર્યાલય રાજ્ય સરકારના લગભગ ૫૦ હજાર જેટલા કર્મચારીઓનું પીએફ પણ સંભાળે છે અને સરકારી તિજોરીનું વાર્ષિક નિરીક્ષણ પણ કરે છે. ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના નવા કાર્યાલયના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૭૮૬૦ ચોરસ મીટર જમીન આપવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબહેન પટેલ, ગાંધીનગર શહેરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર તથા એકાઉન્ટન્ટ જનરલ શ્રી વિજય કોઠારી તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

H S

Share
Published by
H S

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

39 minutes ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

50 minutes ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

2 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

4 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

4 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

4 hours ago