મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ટેક મહિન્દ્રા તેમજ ફ્લૂર કોર્પોરેશનના અધ્યક્ષો સાથે સૌજન્ય મુલાકાત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ‘ગુજરાત IT/ITeS પોલિસી ૨૦૨૨-૨૭’ને વ્યાપક પ્રતિસાદ
…….
ટેક મહિન્દ્રાએ અમેરિકન મલ્ટિનેશનલ કંપની ફ્લૂર કોર્પોરેશનના સહયોગથી અમદાવાદમાં ‘સેન્ટર ઓફ એક્સલન્સ ઓન ડીજીટલાઇઝેશન’ કેન્દ્ર શરૂ કર્યું
…….
અત્યાર સુધીમાં IT/ITeS પોલિસી અંતર્ગત ૨૯૦૦૦ નવી નોકરીઓ પૂરી પાડવા માટે ૧૭ જેટલા એમઓયુ પર હસ્તાક્ષર થયા

========================================================================================

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ટેક મહિન્દ્રાના અધ્યક્ષ સી. પી. ગુરનાની તેમ જ ફ્લૂર કોર્પોરેશનના અધ્યક્ષ ડેવિડ ઈ. કોન્સ્ટેબલે ગાંધીનગર ખાતે લીધી હતી.
આ મુલાકાત દરમિયાન બંને કંપનીના અધ્યક્ષોએ રાજ્ય સરકારની ગુજરાત IT/ITeS પોલિસી (૨૦૨૨-૨૭)ની પ્રશંસા કરી હતી. આ પોલિસી અંતર્ગત બંને કંપનીઓએ રાજ્ય સરકાર સાથે કરેલા એમ.ઓ.યુ. અને તે મુજબની કામગીરીનો ચિતાર મુખ્યમંત્રીશ્રીને આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કંપની અધ્યક્ષોને જણાવ્યું કે, રાજ્ય સરકાર બંને કંપનીઓને IT/ITeS પોલિસી અંતર્ગત જરૂરી તમામ સહકાર આગળ પણ પૂરો પાડશે. ટેક મહિન્દ્રાના એમડી અને સીઇઓ સી. પી. ગુરનાનીએ જણાવ્યું હતું કે, રાજ્યની નવી આઇટી પોલિસી પાથ બ્રેકિંગ છે. દેશ-વિદેશની અગ્રણી IT કંપનીઓ ગુજરાતમાં તેમની કામગીરી શરૂ કરવા માગે છે. ફ્લુર કોર્પોરેશનના ચેરમેન અને સીઇઓ ડેવિડ ઇ કોન્સ્ટેબલે જણાવ્યું કે, સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે ગુજરાત રાજ્ય તરફથી સંપૂર્ણ સહયોગ મળેલ છે. નવી આઇટી પોલિસીએ આઇટી ઉદ્યોગજગતમાં વ્યાપક આકર્ષણ ઊભું કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, IT/ ITeS નીતિને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે; આ પોલિસી અંતર્ગત અત્યાર સુધીમાં ૨૯૦૦૦ નવી નોકરીઓ પૂરી પાડવા માટે વિવિધ કંપનીઓએ રાજ્ય સરકાર સાથે ૧૭ જેટલા MoUs પર હસ્તાક્ષર કર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડિજિટલ ઇન્ડિયા મિશન અને ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારે ‘ગુજરાત IT/ITeS પોલિસી’ (૨૦૨૨-૨૭) લોન્ચ કરી છે.


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ગુજરાત IT/ITeS પોલિસી ૨૦૨૨-૨૭ની સફળતાને પરિણામે ટેક મહિન્દ્રા કંપનીએ અમેરિકન મલ્ટીનેશનલ કંપની ફ્લૂર કોર્પોરેશનના સહયોગથી અમદાવાદમાં ‘સેન્ટર ઓફ એક્સલન્સ ઓન ડીજીટલાઇઝેશન’ ૨૩ મે ૨૦૨૩ના રોજ શરૂ કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ બંને કંપનીની કાર્યરીતિની પ્રશંસા કરતા કહ્યું કે, રાજ્ય સરકાર અને ટેક મહિન્દ્રા વચ્ચે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર થયાના ૬ મહિનાની અંદર જ આ સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરવામાં આવ્યું છે, તે બંને કંપનીની ગુજરાતના આઈટી સેક્ટરમાં વિશેષ યોગદાન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

H S

Share
Published by
H S

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

3 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

4 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

5 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

7 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

7 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

7 hours ago