Gujarat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દિયોદર ખાતેથી સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હત અને લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રીશ્રીઃ-

ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવેંતુ બનાવવાનું વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે

ભારતને ભવિષ્યમાં વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બનાવવામાં સહકારી ક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજવશે: મુખ્યમંત્રીશ્રી

સહકારી ક્ષેત્રને પરંપરાગત વ્યવસાયથી આગળ વધારવા વડાપ્રધાનશ્રીએ સહકાર ક્ષેત્રમાં રિફોર્મ-પરફોર્મ-ટ્રાન્સફોર્મનો નવતર અભિગમ અપનાવ્યો

*
કિસાન ક્રેડિટ કાર્ડથી પશુપાલકોને પચાસ હજાર રૂપિયા વગર વ્યાજે મળશે: વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરી

15-1

દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને સશકત, સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલી “સહકારથી સમૃદ્ધિ” ની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદેશ્ય સાથે બનાસ ડેરી, દિયોદર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભીલડી ખાતે રૂ. ૩૨૪.૭૭ કરોડના નિર્મિત થનાર બનાસ બોવાઇન એન્ડ બ્રિડ રિસર્ચ સેન્ટર(BBBRC)નું ખાતમુહૂર્ત, બાદરપુરા ખાતે રૂ. ૪૫ કરોડના ખર્ચે પ્રતિદિવસની ૫૦ મેટ્રિક ટન ક્ષમતાના નવનિર્મિત અલ્ટ્રા મોર્ડન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે ૧૦,૦૦૦ કે.જી પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિર્મિત બનાસ વ્હે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેન્ક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઇ- ખાતમુહૂર્ત તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક માઈક્રો ATM અને કિશાન ક્રેડીટ કાર્ડ તથા ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંક. લી. ના બનાસકાંઠા અને પંચ મહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહિલા પશુપાલકોને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ્સનું વિતરણ પણ કરાયું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને દેશના પ્રથમ સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતુ બનાવવા માટે સહકાર ક્ષેત્ર પર વિશેષ ભાર મુક્યો છે. દેશમાં આઝાદી પછી પહેલીવાર સહકાર મંત્રાલયની રચના કરી તેનું સુકાન ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહને સોંપ્યું છે.

સહકારી ક્ષેત્ર ગ્રામીણ અર્થતંત્રને સુગ્રથિત કરવાનો ઉત્તમ માર્ગ છે. સહકારી ક્ષેત્ર તેના પરંપરાગત વ્યવસાયથી આગળ નીકળે એ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રીફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મનો નવતર અભિગમ અપનાવ્યો છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી દ્વારા સૌ સહકારી ક્ષેત્રનો ઉત્સવ ઉજવવા ભેગા થયા છીએ એમ જણાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સહકારીક્ષેત્રમાં અનેકવિધ નીતિવિષયક નિર્ણયોના લીધે ભવિષ્યમાં આ ક્ષેત્ર દેશને વિશ્વની ત્રીજી ઇકોનોમી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સહકારી મંડળીઓ (પેક્સ) દ્વારા જન જન સુધી વિવિધ સેવાઓનો લાભ પહોંચાડવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિચારને મૂર્તિમંત કરવાનું કામ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં થતાં અનેક લોકોને લાભ થયો છે.

બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પેક્સ અને બેન્ક મિત્રની સેવાનો લાભ આપવાની શરૂઆત થઈ છે. આગામી સમયમાં પેક્સ- સહકારી મંડળીઓ સહકારી કચેરીઓ બનશે જે સમગ્ર દેશના સહકારી ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાનો સહકારી ક્ષેત્રના વિકાસમાં બહુ મૂલ્ય ફાળો છે. બનાસ ડેરી અને બનાસ બેન્ક દ્વારા થનારા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો ભવિષ્યમાં સમગ્ર દેશ માટે દિશાસૂચક બનશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી વિશ્વાસનું વળતર વિકાસથી આપવા માટે પ્રતિબદ્ધ છે ત્યારે રાજ્ય સરકાર પણ સહકારથી સમૃદ્ધિના માર્ગ પર આપ સૌની સાથે છે તેવો વિશ્વાસ આપતાં ભારતને અમૃતમય ભારત બનાવવા સૌને આહવાન કર્યું હતું.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે આજનો દિવસ બનાસનાં ઇતિહાસનો સુવર્ણ દિવસ છે. આજે દેશની મહત્વની સહકારીતા યોજનાઓનો શુભારંભ બનાસની ધરતી પરથી થયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહના નતૃત્વમાં આજે દેશના સહકારીતા વિભાગને પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે. જેનો સૌથી વધુ લાભ બનાસને મળી રહ્યો છે. આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ થકી આપણી સમૃદ્ધિ વધી છે.

રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ વિશેષ આભાર માનતા જણાવ્યું હતું કે આજે પશુપાલકોને વધુ ભાવફેર મળે છે તેનો શ્રેય મુખ્યમંત્રીશ્રીને જાય છે. દૂધના પાઉડરમાં તેમણે આપેલી સબસીડીથી ગુજરાતની તમામ ડેરીઓનું આર્થિક ભારણ ઘટયું છે. આજે ક્રેડિટ કાર્ડથી વગર વ્યાજે રૂપિયા 50 હજાર પશુપાલકોને મળશે. જે બનાસના પશુપાલકો માટે વિશેષ ભેટ છે. જેની ગેરંટી આપણી બનાસ ડેરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહકાર થકી ભીલડી ખાતે પશુ સંવર્ધન માટે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આપણી દેશી ગાયનું સંવર્ધન થતાં દેશી ગાય પણ 25 લીટર થી વધુ દૂધ આપતી થશે. જેથી દૂધક્ષેત્રે બનાસમાં મોટી ક્રાંતિ આવશે.

ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટોનું ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક લોકોને ખૂબ મોટો લાભ થશે. ગુજરાત અને દેશના અનેક રાજ્યો સહકારથી જ સમૃદ્ધ થયા છે. બનાસકાંઠા જિલ્લાને જોઈ અન્ય જિલ્લાઓને પણ પ્રેરણા મળશે એમ જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું કે આગામી પચ્ચીસ વર્ષમાં આપણે શું કરવું એનો રોડમેપ તૈયાર છે ત્યારે એમાં સહભાગી બનવા સૌને અનુરોધ કર્યો હતો.


સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં દેશભરમાં સહકારી ચળવળ મજબૂત થાય અને સહકાર ક્ષેત્ર આત્મનિર્ભર બને એ માટે કામ થઇ રહયું છે. આજે ‘સહકાર થી સમૃદ્ધિ’ નો સંકલ્પ સાકાર થઇ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં બનાસ ડેરીની પશુપાલક બહેનો દૂધ પુરું પાડી રહી છે. તેઓએ પશુપાલકોના બાળકોના તબીબી શિક્ષણ માટે શરૂ થયેલ બનાસ મેડિકલ કોલેજની પણ પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું કે સહકારી ક્ષેત્રના વિકાસથી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે.

ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંકના ચેરમેનશ્રી અજયભાઈ પટેલે જણાવ્યું કે, તમામ સહકારી સંસ્થાઓ એકબીજા સાથે રહી બેન્કિંગ વ્યવહાર કરે અને પરસ્પર સમન્વય વધે એવી દીર્ઘદ્રષ્ટિથી “સહકારીતામાં સહકાર”ના પાયલોટ પ્રોજેકટની શરૂઆત બનાસકાંઠા અને પંચમહાલથી કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી અને પંચમહાલ ડેરીના ચેરમેનશ્રી જેઠાભાઈ ભરવાડ, સાંસદશ્રી પરબતભાઇ પટેલ, શ્રી બાબુભાઈ દેસાઈ, શ્રી ભરતસિંહ ડાભી, ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણ, શ્રી લવિંગજી ઠાકોર, શ્રી પ્રવિણભાઈ માળી, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડિયા, આર.બી.આઇ.ના ઉપ ગવર્નરશ્રી એમ.રાજેશ્વર રાવ, ભારત સરકારના સહકાર સચિવશ્રી જ્ઞાનેશ્વરકુમાર, નાબાર્ડ ચેરમેનશ્રી શાજી કે.વી., બનાસ બેંકના ચેરમેનશ્રી સવસીભાઈ ચૌધરી, વિવિધ ડેરીના ચેરમેનશ્રીઓ, પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી જયંતિભાઈ કવાડિયા, સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી કિર્તિસિંહ વાઘેલા, કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા તથા મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.

Chief Editor

Share
Published by
Chief Editor

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

2 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

2 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

3 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

5 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

5 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

5 hours ago