તોશાખાનામાં જમાં કરાવેલ ચીજવસ્તુઓના ત્રી-દિવસીય પ્રદર્શન-વેચાણ કાર્યક્રમમાં કુલ ₹10,19,001 ની કિંમતની 683 ભેટસોગાદોનું થયું વેચાણ
*
ગોતા ખાતે જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે ખુલ્લા મુકાયેલા પ્રદર્શન-વેચાણમાં નાગરિકોએ મોમેન્ટો, સોના-ચાંદીની ભેટ-સોગાદોની કરી ખરીદી
રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ-સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમા કરાવેલ ચીજવસ્તુઓનું ત્રણ દિવસીય પ્રદર્શન-વેચાણ અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ તારીખ 18મી જાન્યુઆરીના રોજ ગોતા ખાતે ખુલ્લું મૂક્યું હતું.
સિટી ડે.કલેકટર(પશ્ચિમ)ની ગોતા સ્થિત કચેરી ખાતે યોજાયેલા મુખ્યમંત્રીશ્રીની ભેટસોગાદોમાં મળેલ ચીજવસ્તુઓના પ્રદર્શન-વેચાણને નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો હતો.
તોશાખાનામાં જમાં કરાવેલ ચીજવસ્તુઓના ત્રી-દિવસીય પ્રદર્શન-વેચાણ કાર્યક્રમમાં કુલ ₹10,19,001 ની કિંમતની 683 ભેટસોગાદોનું વેચાણ થયું હતું. પ્રદર્શન-વેચાણમાં નાગરિકોએ વિવિધ મોમેન્ટો, સોના-ચાંદીની ભેટ-સોગાદો સહિત અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરી હતી.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…