India Development

મમતા બેનર્જીના હારના 10 કારણો

મમતા બેનર્જીના હારના 10 કારણો

1 – ધ્રુવીકરણ.
મમતાની છબી, તેમના નિવેદનો અને પાર્ટી નેતાઓના નિવેદનોએ હિન્દુ મતદારોને ભાજપના પક્ષમાં એકજૂટ કર્યા.પ.બંગાળમાં ઉભી થઇ રહેલી બાબરી મસ્જીદને છૂપો ટેકો. લાંબા સમયથી મુસ્લિમ ગુંડાઓ દ્વારા પ્રજોને થતી હેરાનગતી સામે મૌન ભારે પડ્યું હતુ.

2-રિવર્સ પોલરાઈઝેશન….
બાબરી મસ્દીદ ઉભી કરી રહેલા હુમાયુ કબીર કોઈ મોટો મુદ્દો નહોતો રહ્યો. પરંતુ મમતાનો મૌન ટેકો શંકાસ્પદ બન્યો હતો. .તેમ છતાં એ પ્રકારનો માહોલ બનાવવામાં આવ્યો કે હુમાયુના પક્ષમાં કેટલાક વિસ્તારોમાં મુસ્લિમો એકજૂટ થઈ રહ્યા છે. મમતાના સ્ટિંગ ઓપરેશન, શરૂઆતમાં ઓવૈસીના ગઠબંધનને કારણે રિવર્સ પોલરાઈઝેશનનો માહોલ બન્યો. ગ્રામીણ વિસ્તારોમાં હિન્દુ એકજૂટ થયા હતા.
3 – ઓબીસી એકજૂટતા.
ઓબીસીને મમતા સમજી શક્યા નહીં એટલે મમતા બેનર્જીએ આ મુદ્દાને સ્પર્શ્યો નહોતો. અત્યાર સુધી બંગાળની સત્તામાં કાયસ્થ, બ્રાહ્મણોનું પ્રભુત્વ રહ્યું હતું. ગ્રામીણ વિસ્તારોમાં ભાજપે ઓબીસી મુખ્યમંત્રી, ઓબીસી સરકારના અવાજને બુલંદ કર્યો. ટીએમસીને આ મુદ્દે વિચારવાની અક્કલ નહોતી પહોંચી

 

4 – પરિવર્તનનો બુલંદ અવાજ.
મમતા બેનર્જી ત્રણ વખતથી મુખ્યમંત્રી છે. સત્તા વિરોધી લહેરને -એન્ટીઇન્કમબન્સીને ભાજપે હવા આપી. મમતાના શાસનને જંગલરાજ ગણાવ્યું. કટમની (ભ્રષ્ટાચાર) અને મહિલા સુરક્ષાને મુદ્દો બનાવ્યો. મમતાએ વિકાસના નામે આને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યા.

5- માઇક્રો મેનેજમેન્ટ.
ભાજપે દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આશરે દસ હજાર કાર્યકર્તાઓને પ્રચારમાં કામે લગાવ્યા હતા. એક વિધાનસભામાં લગભગ 30 થી 40 બીજા રાજ્યોના કાર્યકર્તાઓની ટીમ. આમાં સંગઠનના પદાધિકારીઓથી લઈને સાંસદ, ધારાસભ્ય બધા જોડાયા. અંદાજે 45 થી 50 દિવસનો ટાસ્ક પૂરો કર્યો. આ માટે ભાષા કે ક્ષેત્રનું કોઈ બંધન રાખ્યું નહીં. દરેક ટીમમાં એક-બે બાંગ્લા ભાષીઓને રાખ્યા. બિહાર, ઝારખંડ, આસામ, પૂર્વોત્તરના રહેવાસી સીમાવર્તી કાર્યકર્તાઓને ગ્રામીણ વિસ્તારોમાં ફરજ સોંપી હતી. દરેકના ઓપિનીયન લેવાયા હતા.
6 – હાઇનેટવર્થ વાળા લોકોનો ભરોસો
ગઇ ચૂંટણીમાં હાઇ નેટવર્થવાળા-ભદ્રલોકોનું સમર્થન છેલ્લી ઘડીએ ભાજપને મળ્યું નહોતું. પરંતુ મમતા તેમને સાથી રાખવાનું ભૂલી ગયા હતા. મમતા જીત માટે આત્મવિશ્વાસમાં આવી ગયા હતા. તેમના કરતાં તેમના ભત્રીજા સાંસદ અભિષેક બેનરજીનું અભિમાન વધુ હતું. હાઇ નેટવર્થવાળાઓએ તેમને ટેકો નહોતો આપ્યો કેમકે તેમનો સંપર્ક કરવા તૃણમૂલમાંથી કરવા કોઇ નહોતું આવ્યું. દેશનું મીડિયા યુદ્ધમાં વ્યસ્ત રહ્યું. ભાજપે નીતિન નવીનને ભદ્રલોકના પ્રતીક બનાવીને રજૂ કર્યા. કુર્તા, ધોતી અને જેકેટ દ્વારા સંદેશ આપ્યો. કોલકાતામાં જ નીતિન નવીને નાની-મોટી 50 થી વધુ મીટિંગો અને મુલાકાતો કરી.

7 – RSS નો શક્તિ સહયોગ
આ ચૂંટણી માટે RSS એ લગભગ બે લાખ બેઠકો પૂર્ણ કરી. RSS એ ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સરકારી કર્મચારીઓ અને લેફ્ટની વિચારધારાથી પ્રભાવિત પરિવારોને હિન્દુવાદી વિચારથી આકર્ષિત કર્યા. ગ્રામીણ વિસ્તારોને અલગ-અલગ સેક્ટરમાં વહેંચીને વ્યૂહરચના બનાવી.

8- બંગાળી અસ્મિતાનું ભાજપ સંસ્કરણ.
બંગાળને લઈને ભાજપે અલગ વ્યૂહરચના પર કામ કર્યું. એવા મુદ્દાઓને હવા ન આપી જેનાથી મમતા બેનર્જીને અસ્મિતા પર પ્રહાર કરવાની તક મળે. ભાજપે સ્થાનિક નેતાઓને આગળ રાખ્યા. વાતચીત અને નિવેદનબાજીમાં તેમને જ પ્રાધાન્ય આપ્યું. તેમની પાસે જ એજન્ડા સેટ કરાવ્યા. મમતાને પ્રહાર કરવાની તક ન મળી. ઝાલમુરી, ફૂટબોલ, માછલી – દરેક તસ્વીરમાં સંદેશ હતો. જેનું માર્કેટીંગ પણ કરાયું હતું.
9- મહિલા શક્તિ.
મહિલાઓ માટે અલગ-અલગ રાજ્યોમાં ચાલી રહેલી યોજનાઓને આધાર બનાવ્યો. સુરક્ષાને ટોચના એજન્ડામાં રાખી. આર.જી. કર પીડિત પરિવારને ઉમેદવાર બનાવીને સંદેશ આપ્યો કે મહિલા સન્માન અને સુરક્ષા જ એની નીતિ છે. અમિત શાહના ભાષણો અને નિવેદનોને જુનિયર નેતાઓએ દોહરાવ્યા. કેસેટ અને ટેપ દૂર-દૂરના વિસ્તારોમાં વગાડવામાં આવ્યા.કેન્દ્ર સરકારની મફત સારવારની સ્કીમ મમતાે લાગુ નહોતી કરી તે મુદ્દો પમ ભાજપને કામ લાગ્યો હતો.

10-સુરક્ષા.
બંગાળની ચૂંટણીમાં હિંસા સામાન્ય માનવામાં આવતી હતી. શહેરી વિસ્તારોમાં મતદારો ડરના માર્યા બહાર નીકળતા નહોતા. આ વખતે લશ્કરના જવાનોની તૈનાતી, અને ચૂંટણી પછી પણ જવાનો 15 દિવસ રહેશે એવી જાહેરાતથી મહિલા મતદારોનો ડર ભાજપે ખતમ કર્યો હતો જેના કારણે . મતદાનની ટકાવારી પણ વધી હતી.

Chief Editor

Recent Posts

અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ

THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…

13 hours ago

અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો

Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…

13 hours ago

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

3 days ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

3 days ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

3 days ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

3 days ago