Ahmedabad News

પ્રખર રાષ્ટ્રવાદી અગ્રણી સ્વ.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતીએ સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

*


આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે  પ્રખર રાષ્ટ્રવાદી સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી નિમિતે વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી ને કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ પણ ઉપસ્થિત રહીને સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીના તૈલચિત્રને પુષ્પાંજલિ આપી હતી.

મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, 6 જુલાઈ ભારતના મહાન સપૂત ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતી છે. શ્યામા પ્રસાદ મુખરજીએ ભારતમાં એક નવી વિચારધારાને જન્મ આપ્યો હતો.
ખૂબજ કડક શિસ્ત, હિન્દુત્વ અને શ્રેષ્ઠ સંસ્કારોના આગ્રહી એવા તેમના પિતા શ્રી આશુતોષ મુખરજીના કારણે શ્યામા પ્રસાદજીમાં બાળપણથી જ ભારતીયતા ના ઉચ્ચ સંસ્કારો હતા.

એમ.એ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શ્યામા પ્રસાદ જી કલકત્તા વિશ્વવિદ્યાલયના કુલપતિ બન્યા હતા.
ત્યારબાદ તેઓ ધારાસભ્ય બન્યા હતા.
વીર સાવરકરના આગ્રહથી તેઓ હિન્દુ મહાસભામાં સક્રિય બન્યા હતા.
સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં તેમણે ઉદ્યોગ અને પુરવઠા મંત્રીની તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

કાશ્મીરના મુદ્દે તેઓ ખૂબ જ સક્રિય અને ચિંતિત હતા અને દેશમાં એક વિધાન-એક નિશાન-એક પ્રધાન સિદ્ધાંતના શિલ્પકાર પણ શ્રી મુખરજી હતા. તેઓ પોતાના સમગ્ર જીવન દરમિયાન અખંડ ભારતના સમર્થક અને કાશ્મીર માટે સંઘર્ષરત રહ્યાં હતા.
તેમનું જીવન દર્શન આજે પણ આપણને રાષ્ટ્ર હિત પ્રથમ ના ભાવ સાથે જીવવાનું માર્ગદર્શન આપતું રહે છે એમ પણ શ્રી ઋષિકેશ પટેલે શ્યામા પ્રસાદજીને આદરાંજલી આપતાં જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ ડો. આશિષ દવે, ગાંધીનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ, ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ શ્રી સી.બી.પંડ્યા તેમજ વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Chief Editor

Share
Published by
Chief Editor

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

6 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

6 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

8 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

9 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

9 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

9 hours ago