Ahmedabad News

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અમદાવાદમાં ૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૩નો પ્રારંભ

ગુજરાતમાં પ્રથમવાર ૧૭ થી ૨૦ ઓક્ટોબર દરિમયાન ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન થયું
*
વિવિધ રાજ્યોના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ખેલદિલીની ભાવના વિકસે એ ચેમ્પિયનશિપનો ઉદ્દેશ -: ગૃહ રાજ્યમંત્રી શ્રી

**
-: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી :-

 ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ પ્રથમ વખત ગુજરાતમાં યોજાઈ રહી છે, જે ગુજરાત પોલીસ માટે એક ગર્વની વાત
 આ ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યોની ૨૪ ટીમોના ૧૧૦થી વધુ પોલીસ ખેલાડીઓ ભાગ લીધો
 સંવેદના સાથે લૉ ઓડરને જાળવવાનું કામ પોલીસ દળ કરી રહ્યું છે જે એક સરાહનીય

17-10

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ ખાતે ૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૩નો પ્રારંભ થયો છે. આ ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યોની ૨૪ ટીમોના ૧૧૦થી વધુ પોલીસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૩ના પ્રારંભ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈએ કહ્યું કે, ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ પ્રથમ વખત ગુજરાતમાં યોજાઈ રહી છે, જે ગુજરાત પોલીસ માટે એક ગર્વની વાત છે. ગયા વર્ષે આ ચેમ્પિયનશિપનું આયોજન સીઆરપીએફ દ્વારા દિલ્હીમાં કરવામાં આવ્યું હતું, આ વખતે ગુજરાત પોલીસને આ તક મળી છે.


ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈએ વધુમાં કહ્યું કે, ગુજરાત એ પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ છે. પૂજ્ય બાપુએ અહિંસાનો સંદેશ આપીને દેશને આઝાદી અપાવી હતી, જયારે સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક કરવાની મોટી ભૂમિકા ભજવી હતી. એવી જ રીતે આજે સંવેદના સાથે લૉ ઓડરને જાળવવાનું કામ પોલીસ દળ કરી રહ્યું છે જે એક સહારનીય છે.
શ્રી હર્ષભાઈએ કહ્યું કે, વિવિધ રાજ્યોના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ખેલદિલીની ભાવના વિકસે એ ઉદ્દેશ સાથે દર વર્ષે આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવતું હોય છે.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ આ ચેમ્પિયનશિપના ભાગ લેનાર તમામ પોલીસ ખેલાડીઓ તેમજ તમામ આયોજકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.
આ અવસરે રાજયના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે સ્વાગત પ્રવચન આપતા કહ્યું કે, ગુજરાત પ્રથમવાર ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપની યજમાની કરી રહ્યું છે. ગુજરાતમાં પ્રથમવાર ૧૭ થી ૨૦ ઓક્ટોબર દરિમયાન ૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૩નું આયોજન કરાયું છે.


તેમણે વધુમાં કહ્યું કે, ૧૯૯૮માં કર્ણાકટ પોલીસ દ્વારા બેંગલુરૂમાં પ્રથમ વખત ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું, જેમાં ગુજરાત પ્રથમવાર ચેમ્પિયન બન્યું હતું અને હું પણ એ ટુર્નામેન્ટનો ભાગ રહ્યો હતો. દર વર્ષે વિવિધ રાજ્યની પોલીસ દ્વારા આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજનમાં કોઈપણ પ્રકારની ખામી ન રહી જાય તે માટે વિવિધ કમિટીની રચના પણ કરવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.
૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૩ના પ્રારંભ પ્રસંગે આ સ્પર્ધામાં ભાગ લેનાર યુનિટના કેપ્ટનનો દ્વારા શપથ ગ્રહણ પણ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે, વિવિધ રાજ્યના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૩નો ૧૭ ઑક્ટોબરથી પ્રારંભ થયો છે. ગુજરાતમાં પ્રથમવાર ૧૭ ઑક્ટોબર થી ૨૦ ઓક્ટોબર દરિમયાન ૨૪ ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૩નું અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વખત ગુજરાત પોલીસ આ સ્પર્ધાની યજમાન બની છે. આ ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યોની ૨૪ ટીમોના ૧૧૦થી વધુ પોલીસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. વિવિધ રાજ્યોના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ખેલદિલીની ભાવના વિકસે એ ઉદ્દેશ પોલીસ રાજ્યની પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળની ટીમો માટે લોન ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવે છે. ૧૯૯૮માં બેંગલુરુ ખાતે પહેલી વખત ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું.
૨૪ ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપ-૨૦૨૩ના પ્રાંરભ પ્રસંગે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભા જૈન, ધારાસભ્ય શ્રી અમિતભાઇ ઠાકર, શ્રી કૌશિકભાઈ જૈન, દિનેશભાઇ કુશવાહ, અમદાવાદ અને સુરતના પોલીસ કમિશનર શ્રી, રાજ્યના પોલીસ અધિકારીશ્રીઓ, ભારતભરમાંથી આવેલા ડીજીપી, એડિશનલ ડીજી, આઈજી, ડીવાયએસપી અને એસપી કક્ષાના સિનિયર અધિકારીઓ તેમજ ગુજરાત ટેનિસ ફેડરેશનના તેમજ ગુજરાત સ્પોર્ટ ક્ષેત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Chief Editor

Share
Published by
Chief Editor

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

2 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

2 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

3 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

5 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

5 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

5 hours ago