G-20

ગુજરાતમાં 1થી 4 ઓગસ્ટ દરમિયાન G20 એમ્પાવર સમિટ યોજાશે

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી, શ્રીમતિ સ્મૃતિ ઇરાની G20 એમ્પાવર ડિજીટલ ઇન્ક્લુઝન પ્લેટફોર્મ લૉન્ચ કરશે
*
2થી 4 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગરમાં મહિલા સશક્તિકરણ પર G20 મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ યોજાશે

ગાંધીનગર, 29 જુલાઇ 2023: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારતે G-20નું પ્રમુખપદ સંભાળ્યું ત્યારથી, સમગ્ર દેશમાં વિવિધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભારતની G-20 પ્રેસિડેન્સી એક ઐતિહાસિક બાબત પણ છે, કારણ કે તે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન ઘટિત થઇ રહી છે. ગુજરાતમાં, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, અત્યાર સુધી G-20ની મહત્વપૂર્ણ બેઠકો ન સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં G20ના પ્રમુખપદ હેઠળ, ‘મહિલાની આગેવાની દ્વારા વિકાસ’ કેવી રીતે થાય, તે ભારતની પ્રાથમિકતા રહી છે. મહિલા 20 (W20) એન્ગેજમેન્ટ ગ્રુપનો ઉદ્દેશ્ય એક એવી દુનિયા બનાવવાનો છે જ્યાં દરેક મહિલા ગૌરવ સાથે જીવન જીવે અને અન્ય લોકોની સાથે તેના જીવનમાં પણ પરિવર્તન લાવે.

ભારતના G20 પ્રમુખપદ દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં ગુજરાતની સક્રિય ભાગીદારી રહી છે, જે વૈશ્વિક સહયોગ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વેપાર અને નાણાંથી લઈને પર્યાવરણ, પર્યટન અને શહેરી વિકાસ સુધી, વૈશ્વિક પડકારોનો સામનો કરવા અર્થપૂર્ણ ચર્ચાઓ અને સહયોગને પ્રોત્સાહન આપવામાં ગુજરાત મોખરે રહ્યું છે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G20 એમ્પાવર સમિટ 1થી 4 ઓગસ્ટ દરમિયાન યોજાશે અને 2થી 4 ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પર G20 મિનિસ્ટરીયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેની થીમ ‘વિમેન લેડ ડેવલપમેન્ટ : એન્સ્યોરીંગ અ સ્સટેનેબલ, ઇન્ક્લુઝીવ એન્ડ ઇક્વીટેબલ ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ એન્ડ ‘વિમેન-લેડ ઇન્ક્લુઝીવ ડેવલપમેન્ટ એઝ કસ્પ ઓફ ઇન્ટર-જનરેશનલ ટ્રાન્સફોર્મેશન’’ છે.

H S

Share
Published by
H S

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

4 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

4 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

6 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

7 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

7 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

7 hours ago