સાબરમતીમાં ₹307 કરોડના ખર્ચે વિકસિત થઈ રહ્યું છે વંદે ભારત ટ્રેનોની જાળવણી માટે અત્યાધુનિક મેઈન્ટેનન્સ હબ
અમદાવાદ,17 ઓક્ટોબર 2026: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા સાબરમતી ખાતે આવેલ ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD) માં વંદે ભારત જેવી આધુનિક ટ્રેનોના મેઇન્ટેનન્સ માટે અત્યાધુનિક ટ્રેનસેટ મેઈન્ટેનન્સ હબ વિકસાવવામાં આવી રહ્યું છે. આ પરિયોજનાના ફેઝ-II હેઠળ લગભગ ₹307 કરોડના ખર્ચે વિવિધ વિશેષ શેડ, આધુનિક મશીનો તેમજ ટેકનિકલ સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પરિયોજના પૂર્ણ થવા પર આ સુવિધા આધુનિક ટ્રેનસેટના નિર્ધારિત મેઇન્ટેનન્સ કામોને વધુ વ્યવસ્થિત, સુરક્ષિત અને અસરકારક રીતે સંપન્ન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ મેન્ટેનન્સ શેડ થોડા સમય બાદ વંદે ભારત ટ્રેનોના મેન્ટેનન્સ અને જાળવણી માટે તૈયાર થઈ જશે.
પરિયોજના હેઠળ હેવી રિપેર બે શેડ, વિવિધ સેક્શન શેડ, વ્હીલ કેર શેડ, ટૅન્ડમ વ્હીલ લેથ શેડ, ડ્રોપ પિટ, રિટ્રેક્ટબલ ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE), મશીનરી અને પ્લાન્ટ (M&P) તથા અન્ય સંબંધિત સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પરિયોજનાના વિવિધ ઘટકો પર કામ અલગ-અલગ તબક્કામાં પ્રગતિમાં છે તથા કેટલાક મુખ્ય માળખાઓનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
વંદે ભારત ટ્રેનના મેજર મેઈનટેનન્સ માટે નહીં જવું પડે અન્ય સ્થળોએ
સાબરમતી ઈન્ટિગ્રેટેડ કોચિંગ ડેપોના ફેઝ-II માં 24 કોચવાળી વંદે ભારત ટ્રેનસેટના સોફ્ટ શેડ્યૂલ (SS-I અને SS-II) ના નિર્ધારિત મેઇન્ટેનન્સ કામોને સંપન્ન કરવા માટે જરૂરી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.
પરિયોજનાની નિર્ધારિત યોજના અનુસાર, એક 24-કોચ રેકનું SS-I મેઇન્ટેનન્સ લગભગ 30 દિવસોમાં તથા SS-II મેઇન્ટેનન્સ લગભગ 45 દિવસોમાં કરી શકાશે. આ આધારે વાર્ષિક રૂપે લગભગ 12 રેકનું SS-I અથવા 8 રેકનું SS-II મેઇન્ટેનન્સ કરવાની ક્ષમતા નિર્ધારિત કરવામાં આવી છે. આ સુવિધાઓ વિકસિત થવાથી આધુનિક ટ્રેનસેટના મેઇન્ટેનન્સ માટે જરૂરી ટેકનિકલ તેમજ ઓપરેશનલ ક્ષમતાને મજબૂતી મળશે.
શેડમાં મુખ્ય ઉપકરણોના મેઈનટેનન્સની સુવિધા કરવામાં આવી રહી છે વિકસિત
322 મીટર × 20 મીટર (69,334 ચોરસ ફીટ) આકારના વિવિધ સેક્શન શેડનો વિકાસ મુખ્ય યાંત્રિક તેમજ વિદ્યુત ઉપકરણો તથા તેમની એસેમ્બલી અને સબ-એસેમ્બલીને ખોલવા, જોડવા તેમજ ઓવરહોલિંગ કરવાના ઉદ્દેશથી કરવામાં આવી રહ્યો છે.
આ શેડમાં ટ્રેક્શન ટ્રાન્સફોર્મર, ટ્રેક્શન કન્વર્ટર, ટ્રેક્શન મોટર, ઓક્ઝિલરી કન્વર્ટર, આઈસોલેશન ટ્રાન્સફોર્મર, પેન્ટોગ્રાફ તથા રૂફ-માઉન્ટેડ પેકેજ યુનિટ (RMPU) જેવા મહત્વપૂર્ણ ઉપકરણોના રક્ષણ માટે સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આનાથી ટ્રેનસેટના વિવિધ ટેકનિકલ ઉપકરણોના મેઈનટેનન્સ કામોને એક જ સંકુલમાં વ્યવસ્થિત રૂપથી સંપન્ન કરવામાં સહાયતા મળશે.
હેવી રિપેર બે શેડનું બાંધકામ અંતિમ તબક્કા તરફ
પરિયોજના હેઠળ 322 મીટર × 25 મીટર (86,597 ચોરસ ફીટ) આકારના હેવી રિપેર બે શેડનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ શેડમાં બે મેઈનટેનન્સ લાઈનો નિર્ધારિત કરવામાં આવી છે.
આમાંથી એક લાઇન પર સિન્ક્રોનાઇઝ્ડ પિટ જેકના મારફતે કોચ ઊંચા કરવા તથા બૉગીઓને બહાર કાઢવાની સુવિધા વિકસાવવામાં આવી રહી છે. બીજી લાઇન પર કોચના આંતરિક ભાગ, યાત્રીઓની સુવિધાઓ, બ્રેક સિસ્ટમ તથા અન્ય વિદ્યુત ઉપકરણોના મેઈનટેનન્સની વ્યવસ્થા હશે. આ સુવિધાઓના પૂર્ણ રૂપથી વિકસિત થયા પછી ટ્રેનસેટના વિવિધ મેઈનટેનન્સ કામોને વધુ સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરી શકાશે.
વ્હીલ કેર શેડનું બાંધકામ પૂર્ણ, ઉપકરણોની સ્થાપના અને સંબંધિત કામોની તૈયારી
પરિયોજના હેઠળ 75 મીટર × 40 મીટર (32,292 ચોરસ ફીટ) આકારના વ્હીલ કેર શેડનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. સંબંધિત સર્વિસ બિલ્ડિંગ સહિત આ સુવિધા હસ્તાંતરણ માટે તૈયાર છે. આ શેડમાં પૈડાં તેમજ એક્સલની ઓવરહોલિંગ, રિસર્ફેસિંગ અને ટર્નિંગ જેવા મહત્વપૂર્ણ મેઈનટેનન્સ કામો માટે જોગવાઈ કરવામાં આવી છે.
આ સુવિધા માટે સીએનસી સરફેસ વ્હીલ લેથ, સીએનસી એક્સલ ટર્નિંગ લેથ, ડાયનેમિક વ્હીલ બેલેન્સિંગ મશીન, હાઇડ્રોલિક વ્હીલ પ્રેસ તથા અન્ય આધુનિક મશીનો અને ઉપકરણોની જોગવાઈ કરવામાં આવી છે. આ મશીનોના મારફતે પૈડાં અને એક્સલના મેઈનટેનન્સ કામોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાશે.
2,547 મીટર સ્ટેબલિંગ લાઈનનું રેલ લિંકિંગ કામ પૂર્ણ
પરિયોજના હેઠળ ટ્રેક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં પણ મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. ચાર સ્ટેબલિંગ લાઇનો પર કુલ લગભગ 2,547 મીટર રેલ લિંકિંગનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત, હેવી રિપેર બે શેડની બંને મેઈનટેનન્સ લાઇનોનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે.
ત્યાં જ, 30 મીટર × 20 મીટર (6,458 ચોરસ ફીટ) આકારની ઈલેક્ટ્રિકલ સબ-સ્ટેશન (ESS) બિલ્ડીંગનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે તથા આને હસ્તાંતરિત કરી દેવામાં આવી છે. આ બિલ્ડીંગ પરિયોજનાના જરૂરી વિદ્યુત સંબંધીત સહાયક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્વપૂર્ણ ભાગ છે
દુષ્કાળગ્રસ્ત જાહેર થયેલા સંપૂર્ણ ૪ જિલ્લાના ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે SDRFના ધોરણો મુજબ અસરગ્રસ્ત…
વિશેષ સ્વચ્છતા અભિયાન 6.0 હેઠળ અમદાવાદ મંડળના 107 રેલવે સ્ટેશનો પર ‘રેલ જન સંવાદ’ કાર્યક્રમનું…
અમદાવાદ મંડળમાં સતર્કતા જાગૃતિ અભિયાન અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓએ લીધી સત્યનિષ્ઠાની શપથ સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026ની…
17થી 24 ઑક્ટોબર દરમિયાન કરવામાં આવેલા 500થી વધુ પરીક્ષણોનાં પરિણામો સંતોષકારક રહ્યાં પશ્ચિમ…
મોરબી ખાતે નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રની ગરિમામયી ઉપસ્થિતિ …
આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…