Categories: Gujarat Development

કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લા સંકલનની બેઠક યોજાઈ

વર્ષ 2023ની જિલ્લા સંકલનની સૌ પ્રથમ બેઠક આજે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મળી
હતી.અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ધવલ પટેલની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં સ્થાનિક
ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા સંકલનની બેઠકમાં પાણી, આરોગ્ય વ્યવસ્થા, જળસિંચન, જમીન ફાળવણી સંબંધિત બાબતો,
અમૃત સરોવર, આધાર કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ વગેરે બાબતો અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ યોજનાઓ
અને કાર્યક્રમોની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
જિલ્લાના ધારાસભ્યશ્રીઓની લેખિત તેમજ મૌખિક રજૂઆતો અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ
દ્વારા સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રી દ્વારા પરસ્પર સંકલનમાં રહીને દરેક પ્રશ્નોના યોગ્ય
અને ઝડપી નિકાલ માટે સૂચના આપવામાં આવી હતી.


કલેક્ટરશ્રી દ્વારા જિલ્લા સંકલનની બેઠકનો વિવિધ વિભાગો વચ્ચેની બાબતો અને પ્રશ્નોના નિરાકરણ અંગે
ચર્ચા કરવા માટેના મંચ તરીકે ઉપયોગ કરવા અનુરો કરવામાં આવ્યો હતો.
જિલ્લા સંકલનની બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો સર્વેશ્રી અમિતભાઈ શાહ, અમૂલ ભટ્ટ, અમિત ઠાકર,
જિતેન્દ્રભાઈ પટેલ, હાર્દિક પટેલ, બાબુસિંહ જાદવ, પાયલ કુકરાની, ઇમરાન ખેડાવાલા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં
અને પોતપોતાના વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.
જિલ્લા સંકલનની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા, અધિક નિવાસી કલેક્ટર શ્રી
સુધીરભાઈ પટેલ, નાયબ અધિક નિવાસી કલેક્ટરશ્રી જોષીસાહેબ, પોલીસ અધિક્ષક શ્રી અમિત વસાવા સહિતના
ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા વિવિધ વિભાગના વડા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

H S

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

17 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

17 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago