રાજયપાલશ્રીએ કેમલ સફારી કરી, સફેદ રણનો નજારો નિહાળ્યો, તસવીરો સાથે ક્ષણોને કચકડે કંડારી
5-1
રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી ધોરડો ખાતે સફેદ રણની મુલાકાતે પધાર્યા છે. ઢળતી સાંજે સનસેટ પોઇન્ટ પર તેઓ સફેદ રણની શ્વેતવર્ણી ધરતી પર સુર્યાસ્તની સોનેરી આભા પથરાતી નિહાળીને રોમાંચિત થયા હતા. રણમાં તેમણે કચ્છી પરંપરાગત ઊંટગાડીની સવારી પણ કરી હતી.
રાજ્યપાલશ્રીએ રણોત્સવમાં તાજેતરમાં શરૂ થયેલો કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિની ઝાંખી કરવાતો લાઈટ એન્ડ સાઉન્ડ શૉ પણ નિહાળ્યો હતો. લાઈટ એન્ડ સાઉન્ડ શૉ થકી રાજ્યપાલશ્રી કચ્છના ખંત, ખમીર, શૂરાતન અને કલાથી છલકતા અતિત અને વર્તમાનના સાક્ષી બન્યા હતા.
રણમાં ઉપસ્થિત પ્રવાસીઓ અને ખાસ કરીને બાળકોને મળીને રાજ્યપાલશ્રીએ તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વાર્તાલાપ દરમિયાન તેમણે બાળકોને “ખૂબ પઢો, ખૂબ આગે બઢો” એવી શુભકામનાઓ પાઠવી હતી.
કચ્છના રણની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ધોરડો ગામના સરપંચશ્રી મિયાં હુસેન સાથે વાતચીત કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન સાથે આ રણ ભૂમિ કેવી રીતે વિશ્વ પ્રવાસન સ્થળ બન્યું તેની માહિતી મેળવી હતી. મિયાં હુસેને તેમને માહિતી આપતાં જણાવ્યું હતું કે, એક સમય એવો હતો કે અમે આ ગામ ખાલી કરીને જવાનું વિચારતા હતા અને આજે સફેદ રણ અને રણોત્સવના કારણે આખી દુનિયા અહીં આવે છે.
આ રણ વિસ્તાર કેવી રીતે તબક્કાવાર વિશ્વ પ્રવાસનના મહત્ત્વનાં કેન્દ્ર તરીકે ઉભરી આવ્યો અને આ વિસ્તાર સહિત સમગ્ર કચ્છના કલાકારોને રાજગારી પણ મળી વગેરે વાત કરી હતી. તેમણે રણોત્સવના કારણે ધોરડો વિલેજની બદલાયેલી દિશા, કચ્છના પશુધન અને બન્નીના ઘાસની વિશેષતાઓની માહિતી રાજ્યપાલશ્રીને આપી હતી.
Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war) વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…
US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…
US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…
US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…
US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…
US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…