આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે અમદાવાદની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં અત્યાધુનિક MRI મશીનનું લોકાર્પણ કર્યું

અંદાજીત રૂ. ૯.૩૪ કરોડના ખર્ચનું આ MRI મશીન દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે

આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ સિવિલ મેડિસીટીની ૧૨૦૦ બેડ મહિલા અને બાળરોગ
હોસ્પિટલમાં નવીન MRI મશીનનું લોકાર્પણ કર્યું હતુ.


રાજ્ય સરકાર દ્વારા રૂ. ૯.૩૪ કરોડના ખર્ચે વસાવવામાં આવેલ અત્યાધુનિક MRI મશીન દર્દીઓની
સુખાકારીમાં વધારો કરશે તેવો ભાવ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વ્યક્ત કર્યો હતો.
આરોગ્યમંત્રીશ્રીએ દ્રઢતા પૂર્વક કહ્યું કે , રાzજ્યની સરકારી હોસ્પિટલ્સમાં રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ
કરાવવામાં આવી રહેલા આધુનિક ઉપકરણો દર્દીઓની સુખાકારીમાં વધારો કરવાની સાથે બીમારીના નિદાન તેમજ
આરોગ્ય સેવાઓને સચોટ અને સરળ બનાવી રહ્યા છે. MRI મશીન દ્વારા કોઇપણ બીમારીનું કરવામાં
આવતું નિદાન સચોટ સારવાર માટે કારગત સાબિત થાય છે તેમ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.
અમદાવાદ સિવિલ મેડિસીટીની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ઉપલબ્ધ થયેલ એમ.આર.આઇ. મશીનના
પરીણામે હોસ્પિટલમાં આવતા દર્દીને મેડિસીટીમાં અન્ય સ્થળે એમ.આર.આઇ. કરાવવા જવાની જરૂર રહેશે નહીં.
જેના પરિણામે દર્દીને સત્વરે સારવાર ઉપલબ્ધ બની રહેશે.


સિવિલ મેડિસીટી કેમ્પસમાં સિવિલ હોસ્પિટલ, GCRI હોસ્પિટલમાં અને એક P.P.P. ધોરણનું MRI
મશીન અગાઉથી દર્દીઓની સેવાર્થે કાર્યરત હતું જેમાં આજે વધુ એક મશીનનો ઉમેરો થતા દર્દીઓ માટે લાભદાયક
નીવડશે.
અત્રે નોંધનીય છે કે, કોરોના કાળ દરમિયાન ૧૨૦૦ બેડ હોસ્પિટલને જ્યારે કોવિડ ડેઝીગ્નેટેડ કરવામાં
આવી ત્યારે આ હોસ્પિટલમાં C.T. સ્કેન મશીન, ડિજીટલ X-Ray, સોનાગ્રાફી, પોર્ટેબલ X-Ray અને સોનોગ્રાફી
સહિતના વિવિધ ઉપકરણો પણ વસાવવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં ઉપલબ્ધ આ તમામ મશીનના પરિણામે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં આવતા મહિલા અને
બાળરોગના દર્દી ઉપરાંત અન્ય રોગના દર્દીઓને બીમારીના ચોક્કસ નિદાનમાં મદદ મળી રહી છે.
વર્ષ ૨૦૧૮ થી વર્ષ ૨૦૨૨ એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં ૧૮.૦૬ લાખ એક્સ-રે,
૭૬,૩૬૫ સીટી સ્કેન, ૪૪,૯૧૯ એમ.આર.આઇ મશીન, ૩.૩૬ લાખ સોનોગ્રાફી, અને ૧.૩૪ કરોડ લેબ ટેસ્ટ
કરવામાં આવ્યા છે.
નવીન એમ.આર.આઇ. મશીનના લોકાર્પણ પ્રસંગે સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી,
એડિશનલ મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રજનીશ પટેલ, અન્ય તબીબો ઉપસ્થિત રહ્યાં હતા.

H S

Share
Published by
H S

Recent Posts

સાઉદી અરેબિયામાં વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ‘અરામકો’ પર ઈરાનનો ડ્રોન એટેક, ઓઈલના ભાવ ભડકે બળ્યા

Drone Attack Aramco | અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધ (US-Israel-Iran war)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે…

9 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: ભારતમાં હાઈ એલર્ટ, ઈરાન સમર્થકો અને વિરોધીઓ પર સુરક્ષા એજન્સીઓની નજર

US-Israel-Iran war | ઈરાન પર અમેરિકા (America) અને ઇઝરાયેલ (Israel) ના હુમલા બાદ ભારતનું ગૃહ…

10 hours ago

ઈરાન જંગ રોકવાના મૂડમાં નથી: અમેરિકા સાથે વાતચીતનો લારીજનીનો ઇનકાર, ટ્રમ્પની દરખાસ્ત ફગાવી

US-Israel-Iran War | મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ…

11 hours ago

કુવૈતમાં અમેરિકાનું F-15 ફાઈટર જેટ ક્રેશ: પાયલોટનો આબાદ બચાવ, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું

US F-15 fighter jet crashed in Kuwait | કુવૈત (Kuwait) ના એરસ્પેસમાં અમેરિકાનું શક્તિશાળી ફાઈટર…

13 hours ago

US-Iran-Israel યુદ્ધની અસર: એર ઈન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા

US-Israel-Iran War | 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ (US-Iran-Israel War) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને…

13 hours ago

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર: સોના-ચાંદી બાદ હવે તાંબા (Copper) ના ભાવમાં આવશે મોટો ઉછાળો, જાણો કારણો

US-Israel-Iran war | મિડલ ઈસ્ટ (Middle East) માં વધી રહેલા તણાવને કારણે માત્ર સોના-ચાંદી જ નહીં,…

13 hours ago