અમેરીકાના કેલિફોર્નિયાના એનાહેમ સ્થિત ગાયત્રી ચેતના સેન્ટરમાં દેવ દિવાળીના પાવન પર્વે ભક્તિભાવ પૂર્વક તુલસી વિવાહ પર્વની ઉજવણી.
અમેરીકાના કેલિફોર્નિયાના ગાયત્રી ચેતના સેન્ટર ખાતે નવેમ્બર ની ૨૧ મી તારીખ શનિવારે.૨૦૨૬ ને દેવ દિવાળી નિમિત્તે તુલસી વિવાહ નું આયોજન કરવા માં આવેલ. શરુઆત ભગવાન શ્રી વિષ્ણુ જી ના વરઘોડા થી કરવામાં આવેલ જેમા ભાવિક બહેનો એ ખુબ જ ઉત્સાહ થી નાચગાન અને ગરબા સાથે મંદીર ના પ્રાંગણ માં પાલખી ને લઇ ને ફર્યા હતા.
વરઘોડા માં દરેક જાનૈયા ને ખુબ જ ભાવવિભોર કર્યા હતા. તુલસી માતા ના પક્ષે યજમાન શ્રીમતી સુક્રેતા શર્મા અને નરેશ ભાઈ શર્મા હતા જ્યારે શાલિગ્રામ જી (વિષ્ણુ ભગવાન) ના પક્ષે શ્રીમતી સુધા બેન મહેતા અને રાજીવ મહેતા અને યજમાન હતા. મોસાળ પક્ષે શ્રી ધુનાભાઇ તથા સરીના જી હતા. સમગ્ર વિવાહ- લગ્ન ના પંડિતજી તરીકે સમીર પાંડે જી અને નીકીબેન ભટ્ટ એ પોતાની આગવી રીતે અસરકારક અને માહીતીપ્રદ વિવાહ ની વિધિ કરાવી હતી જેમાં નીકીબેન ભટ્ટે પોતાના સુરીલા સ્વર માં મંગલાષ્ટક અને મંગળફેરા ના ગીતો ગાઇ ને તથા સપ્તપદી અને વિવાહ ની સમગ્ર વિધિ માં સહકાર આપી ભક્તો ભાવપુર્ણ કરી ને ખુબ આનંદિત કર્યા હતા. શ્રીમતી સુક્રિતા શર્મા ના ગ્રુપે પોતાની આગવી સ્ટાઇલ માં પંજાબી ભાંગડા ડાન્સ દ્વારા ભક્તિ ગીત ગાઇ ને ખુબ જ ભાવ પ્રદર્શિત કર્યો હતો.
સમગ્ર પ્રસંગ નુ સફળતાપૂર્વક નુ આયોજન શ્રી ભાનુભાઇ પંડ્યા,અમૃતભાઇ , કનુભાઇ, મુકેશભાઇ, ભરત સોલંકી, પ્રિતેશ નાયક, કુસુમબેન પંડ્યા, કુસુમબેન પટેલ,અલકાબેન, વર્ષાબેન શેલત, ભાનુબેન પટેલ દ્વારા કરવામાં આવેલ હતું. તુલસી વિવાહ ના આ પ્રસંગે મહાપ્રસાદ પણ આયોજન કરવામાં આવ્યું હતું ગાયત્રી પરિવાર ની સીનીયર બહેનો એ સહયોગ આપ્યો હતો.લગભગ ૨૦૦ જેટલા ભાવિક ભક્તો એ સમગ્ર રીતે ભાવ વિભોર થઇ તુલસી વિવાહ ના પ્રસંગ ને માણ્યો હતો. ત્યાર બાદ સૌ મહાપ્રસાદ ગ્રહણ કરી વિદાય થયા હતા.
( માહિતી અને તસ્વિર :- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા)