NRG

અમેરિકા-એલન માં “ૐ નમઃ શિવાય”ની ધૂન

1008 પાર્થિવ શિવલિંગો બનાવી ભવ્ય શિવલિંગ મહાપૂજા


રાધા કૃષ્ણ મંદિર, એલેન ખાતે 13 થી 16 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ભવ્ય મહાશિવરાત્રી સાધના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર મહોત્સવે નાના બાળકો થી લઈને વડીલો તેમજ કોલેજના યુવાનો સહિત તમામ વયના ભક્તોમાં ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાનો અનોખો અનુભવ કરાવ્યો હતો. મહોત્સવ દરમિયાન ભક્તોએ માટીમાંથી 1008 પાર્થિવ શિવલિંગો બનાવી ભવ્ય શિવલિંગ મહાપૂજામાં ભાગ લીધો હતો. વિશેષ ભજન સંધ્યા અને કીર્તન જામિંગ કાર્યક્રમોમાં “શિવ કૈલાશ કે વાસી”, “ૐ નમઃ શિવાય” સહિત અનેક શિવ ભજનોના ગાનથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ ભવ્ય રીતે આયોજિત 12 જ્યોતિર્લિંગ પૂજા રહ્યું હતું.

મંદિરમાં સ્થાપિત તમામ જ્યોતિર્લિંગ મૂળ ભારત સ્થિત જ્યોતિર્લિંગોના પ્રતિરૂપ સ્વરૂપે પધાર્યા હતા. મહાશિવરાત્રી દરમિયાન ભક્તોએ 12 જ્યોતિર્લિંગ પર જલ અને દૂધ અભિષેક કરીને દિવ્ય પુણ્યનો લાભ લીધો અને ભગવાન શિવ પ્રત્યે પોતાની અખંડ ભક્તિ વ્યક્ત કરી. તે ઉપરાંત શિવલીલા પ્રદર્શન તથા 25 ફૂટ ઊંચી ભગવાન શિવજીની ભવ્ય પ્રતિમાએ બાળકો અને વડીલો સૌને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવ્યો. મહાશિવરાત્રીના મુખ્ય દિવસે મંદિરના પ્રાર્થના હોલમાં સતત 12 કલાકની કીર્તન સાધના સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, જેના કારણે દર્શનાર્થે આવેલા ભક્તો લાંબા સમય સુધી સાધનામાં લીન રહી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી શક્યા. રાધા કૃષ્ણ મંદિર, એલેન દ્વારા આયોજિત આ મહાશિવરાત્રી સાધના મહોત્સવે તમામ ભક્તોના હૃદયમાં શ્રદ્ધા, આનંદ અને દિવ્ય અનુભૂતિની અમિટ છાપ છોડી ગઈ.

Chief Editor

Recent Posts

GSSP-પ્લેનો દ્વારા જય કનૈયા લાલ કીનો શો

GSSP-પ્લેનો દ્વારા જય કનૈયા લાલ કીનો શો

3 hours ago

McKinney,Txમાં ભવ્ય હોળી

૪ માર્ચ દોલોત્સવ અને ૭ માર્ચના મંદિર ના પાર્ક માં ભવ્ય રંગોત્સવ McKinney,Txમાં ભવ્ય હોળી…

3 hours ago

અમેરિકા, કોપેલમાં વસંતપંચમી

  શ્રીનાથજીબાવા ની અસીમ કૃપા અને પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદ થી શ્રીનાથધામ…

3 hours ago

જૂનાગઢ ‘શાહી સ્નાન’ વિવાદનો સુખદ અંત: કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ લીધા, સાધુ-સંતોનું કર્યું સન્માન

Junagadh kirti Patel Controversy Settled | જૂનાગઢ (Junagadh) માં છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલા હાઈપ્રોફાઈલ…

1 day ago

સાળંગપુર ધામમાં ગુજરાતનો સૌથી મોટો ‘દિવ્ય રંગોત્સવ’: 1.5 લાખ ભક્તો અને 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો સાથે ઉજવણી

Salangpur Dham Rangotsav | શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ સંચાલિત પ્રસિદ્ધ સાળંગપુરધામ (Salangpur Dham) ખાતે આજે 3…

1 day ago

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારતનો ‘માસ્ટર પ્લાન’: ઓઈલ સંકટને ટાળવા તૈયાર કરાયો ઈમરજન્સી રોડમેપ

India Oil Emergency Plan | મિડલ ઇસ્ટ (Middle East) માં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait…

1 day ago