Categories: NRI

અમેરિકાના ઓહાયોમાં શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ મંદિર પર ઈંટો વડે હુમલો, હેટ ક્રાઈમની આશંકા

US Temple Attack | અમેરિકાના ઓહાયો રાજ્યના રિચમંડ હાઈટ્સ (ગ્રેટર ક્લેવલેન્ડ વિસ્તાર) સ્થિત શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ હિન્દુ મંદિરમાં તોડફોડ અને હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. શુક્રવારે બપોરે અંદાજે 1:30 વાગ્યે અજાણ્યા અસામાજિક તત્વોએ મંદિર પર ઈંટો ફેંકીને હુમલો કર્યો હતો.

આ હુમલા દરમિયાન મંદિરના બારી-બારણાના કાચ તૂટી ગયા હતા અને ઈમારતને ભારે નુકસાન પહોંચ્યું હતું. સૌથી ચિંતાજનક બાબત એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે મંદિરની અંદર પૂજારીઓ અને અનેક ભક્તો હાજર હતા.

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) અને કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા (CoHNA) જેવા પ્રમુખ હિન્દુ સંસ્થાનોએ આ ઘટના અંગે ઊંડો રોષ વ્યક્ત કર્યો છે અને તેને સંભવિત ‘હેટ ક્રાઈમ’ (નફરતથી પ્રેરિત ગુનો) ગણાવ્યો છે.

HAF એ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ સ્થાનિક પોલીસ અને સત્તાવાળાઓ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે, તેમજ એફબીઆઈ (FBI) અને સિવિલ રાઈટ્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકામાં હિન્દુ સમુદાય ‘હિન્દુ હેરિટેજ મંથ’ અને આગામી નવરાત્રી ઉત્સવની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યો છે.

સંસ્થાઓએ રિચમંડ હાઈટ્સના મેયર કિમ થોમસ અને સ્થાનિક પોલીસ પ્રશાસન પાસે માંગ કરી છે કે તેઓ આ નફરતપૂર્ણ ઘટનાની જાહેરમાં નિંદા કરે અને દોષિતો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરે.

છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના વિવિધ રાજ્યોમાં હિન્દુ મંદિરોને લક્ષ્ય બનાવીને કરવામાં આવતી આવી ઘટનાઓમાં વધારો થયો છે, જેનાથી ભારતીય સમુદાયમાં ચિંતાનો માહોલ છે.

Chief Editor

Recent Posts

સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી રમઝટ

સુરતી લેઉવા પાટીદાર સિનિયર ગ્રુપની દિવાળી ઉજવણીમાં સંગીત, ગરબા અને સુરતી ભોજનની રમઝટ  સુરતી લેઉવા…

8 hours ago

BAPS ..ડલાસ દિવાળીની ઉજવણી

દીવાઓથી પર પ્રકાશ: BAPS ..ડલાસ દિવાળીની ઉજવણી ડલાસ, ટેક્સાસ (TX) માં, દિવાળીની સફર એક દીવાથી…

2 days ago

एयर इंडिया की दिल्ली-मुंबई से न्यूयॉर्क की नॉनस्टॉप उड़ानें फिर शुरू, यात्रा में 5 घंटे की बचत

भारत से अमेरिका जाने वाले यात्रियों के लिए राहत की खबर सामने आई है। एयर…

2 days ago

એર ઇન્ડિયાની દિલ્હી-મુંબઈથી ન્યૂયોર્કની સીધી ફ્લાઇટ ફરી શરૂ, મુસાફરીમાં 5 કલાકનો ઘટાડો

Air India Flights | ભારતથી અમેરિકા જતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. એર…

2 days ago

अमेरिका: जॉर्जिया के लिलबर्न BAPS मंदिर में दिवाली का भव्य उत्सव मनाया गया

Diwali Celebration | अमेरिका के जॉर्जिया राज्य के लिलबर्न स्थित BAPS श्री स्वामीनारायण मंदिर में…

2 days ago

અમેરિકાના લિલબર્ન BAPS મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, ભારતના નવા કોન્સુલ જનરલ પણ જોડાયા

Diwali Celebration | અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના લિલબર્ન સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીના પર્વની ભવ્ય…

2 days ago