NRI

USA: કાર ઝાડ સાથે અથડાતાં આંધ્રપ્રદેશની 27 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત

Andhra Pradesh student Accident In USA | અમેરિકાના ન્યુ જર્સી (New Jersey) માં બનેલા એક ગંભીર કાર અકસ્માતમાં આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના પાલનાડુ જિલ્લાના વિનુકોંડા મંડળની 27 વર્ષીય વિદ્યાર્થિની મક્કેના પ્રસન્ના (Makkena Prasanna) નું કરૂણ મોત નીપજ્યું છે.

ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરીને નોકરીની શોધમાં રહેલી યુવતીના અચાનક અવસાનથી તેના વતન ઉમ્માદીવરમ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી વિગતો અનુસાર, ખેડૂત દંપતી મક્કેના વેંકટેશ્વરલુ અને ગોવિંદમ્માની મોટી પુત્રી પ્રસન્ના વર્ષ 2022માં માસ્ટર્સ (Master’s Degree) નો અભ્યાસ કરવા માટે USA ગઈ હતી. તાજેતરમાં જ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે નોકરી શોધી રહી હતી.

મંગળવારે 14 જુલાઈના રોજ પ્રસન્ના તેના 3 મિત્રો સાથે એક કાર્યક્રમમાંથી ભાડાની કાર (Rented Car) માં પરત ફરી રહી હતી. તે સમયે કાર પરનું નિયંત્રણ ગુમાવતા વાહન રસ્તા કિનારે આવેલા એક ઝાડ સાથે જોરદાર રીતે અથડાયું હતું.

આ અકસ્માતમાં પ્રસન્નાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર તેના અન્ય ત્રણેય મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલ પ્રસન્નાના મૃદ્દેહને ન્યુ જર્સીની કુપર યુનિવર્સિટી હોસ્પિટલ (Cooper University Hospital) માં રાખવામાં આવ્યો છે.

આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ વિનુકોંડાના ધારાસભ્ય અને આંધ્રપ્રદેશ સરકારના ચીફ વ્હિપ જી.વી. અંજનેયુલુએ (G.V. Anjaneyulu) પ્રસન્નાના પિતા સાથે ફોન પર વાત કરીને સાંત્વના પાઠવી હતી. તેમણે પરિવાહને ખાતરી આપી હતી કે તેઓ મૃદ્દેહને વહેલી તકે ભારત લાવવા માટે જરૂરી સત્તાવાળાઓ સાથે સંકલન કરશે.

આ ઉપરાંત, આંધ્રપ્રદેશ નોન-રેસિડન્ટ તેલુગુ સોસાયટી (APNRTS) એ પણ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને ભારતીય દૂતાવાસ (Indian Embassy) સાથે મૃદ્દેહને ભારત લાવવા (Repatriation) માટે જરૂરી કાનૂની અને પોસ્ટમોર્ટમ (Post-Mortem) ની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે સંકલન શરૂ કર્યું છે. શોકગ્રસ્ત પરિવારે સરકાર પાસે પાર્થિવ દેહને વતનમાં લાવવા માટે તાત્કાલિક મદદની ગુહાર લગાવી છે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં 18.7 મિલિયન ડોલરના THC ડ્રગ્સ રેકેટમાં 11 ગુજરાતી સહિત 12 ભારતીયો સામે ગુનો દાખલ

THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ…

7 hours ago

અમેરિકામાં રૂ. 4.15 કરોડનો ગોલ્ડ સ્કેમમાં ત્રણ ગુજરાતી વિરુદ્ધ ગુનો નોંધાયો

Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર…

7 hours ago

ગુજરાતની પંચાયતો અને નગરપાલિકાઓનુ દેવું વધ્યું: પાણીનું કરોડોનું બિલ બાકી

Unpaid Water Dues | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હાલમાં મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.…

2 days ago

ઈરાન સામે રણનીતિ: જર્મનીમાં યુએસ, ઈઝરાયેલ અને 8 આરબ દેશોના સૈન્ય પ્રમુખોની ગુપ્ત બેઠક

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવ…

2 days ago

ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી બતાવી રવાના કરી

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ શિવલખાથી ભારતની પ્રથમ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી…

3 days ago

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ…

3 days ago