US Iran War Impact | મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલું યુદ્ધ હવે વૈશ્વિક અર્થતંત્ર (Global Economy) માટે જોખમરૂપ બની રહ્યું છે. ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં હોર્મુઝની ખાડી (Strait of Hormuz) માં તણાવ વધ્યો છે, જેના કારણે ક્રૂડ ઓઈલ (Crude Oil) ના ભાવમાં ભડકો થયો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) ના તાજેતરના અહેવાલ મુજબ, આ યુદ્ધની સૌથી ગંભીર અસર એશિયાના બે મોટા અર્થતંત્રો ભારત અને ચીન પર જોવા મળશે.
ચીનનો વિકાસ દર 5% થી નીચે જવાની ભીતિ વિશ્વના સૌથી મોટા તેલ આયાતકાર ચીન (China) માટે આ સ્થિતિ ચિંતાજનક છે. UN ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2025 માં ચીનનો ગ્રોથ રેટ 5% હતો, જે 2026 માં ઘટીને 4.3% થી 4.6% ની વચ્ચે રહેવાની શક્યતા છે. સપ્લાય ચેઈન (Supply Chain) ખોરવાતા અને ઈરાનથી તેલના પુરવઠામાં અવરોધ આવતા ચીનના મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર તેની સીધી અસર પડી છે.
ભારતની વિકાસની રફ્તાર પર બ્રેક ભારત (India) માટે પણ આ સમાચાર ‘બેડ ન્યૂઝ’ સમાન છે. ગત વર્ષે 7% થી વધુની ઝડપે દોડતું ભારતનું અર્થતંત્ર આ વર્ષે 6% ની આસપાસ સીમિત રહી શકે છે. મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલ, ગેસોલિન અને ફર્ટિલાઈઝર (Fertilizer) ના ભાવ વધતા ભારત જેવા ઉર્જા નિર્ભર દેશમાં મોંઘવારી (Inflation) વધવાની અને વિકાસ દર ઘટવાની આશંકા છે.
હોર્મુઝની ખાડીમાં બ્લોકેજનું જોખમ એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ પણ અનુમાન લગાવ્યું છે કે 2026 માં આ પ્રદેશનો ગ્રોથ રેટ અગાઉના 5.4% થી ઘટીને 5.1% રહેશે. વિશ્વના ત્રીજા ભાગના તેલનો વેપાર હોર્મુઝની ખાડી મારફતે થાય છે. જો યુદ્ધને કારણે આ દરિયાઈ માર્ગ બ્લોક થશે, તો તેલના ભાવ રોકેટ ગતિએ વધશે, જે ભારત અને ચીન જેવા વિકાસશીલ દેશોના આર્થિક લક્ષ્યાંકો પર પાણી ફેરવી શકે છે.
Cagla Oz Marriage | તુર્કી (Turkey) ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર (Social Media Influencer) કેગલા ઓઝ…
Europe Climate Change | ગ્લોબલ વોર્મિંગ (Global Warming) અને ક્લાઈમેટ ચેન્જ (Climate Change) ના કારણે…
Iran China Deal | અમેરિકા (US) અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો…
iPhone 18 Pro Series | ટેક જાયન્ટ Apple દ્વારા પોતાના વાર્ષિક મેગા ઇવેન્ટ (Annual Event)…
EB-1 Green Card | અમેરિકા (United States) સરકારે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ 30…
Chandan Gupta Release | રશિયા (Russia)ના મોસ્કો (Moscow) માં અટકાયત કરાયેલા નોઈડા (Noida) ના એન્જિનિયર…