World

“હું રેપિસ્ટ નથી!” વોશિંગ્ટન ફાયરિંગ બાદ પત્રકારના સવાલ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ, હુમલાખોરના પત્રથી મચ્યો હોબાળો

Trump vs Nora O’Donnell | અમેરિકાના વોશિંગ્ટન (Washington) માં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના કાર્યક્રમ દરમિયાન થયેલા ગોળીબાર બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આ ઘટનામાં હુમલાખોર કોલ ટોમસ એલન (Cole Thomas Allen) દ્વારા લખાયેલા એક વિવાદાસ્પદ પત્ર (Manifesto) એ નવી ચર્ચા જગાવી છે. જ્યારે જાણીતા પત્રકાર નોરા ઓ ડોનલ (Nora O’Donnell) એ એક ઇન્ટરવ્યૂ (Interview) દરમિયાન આ પત્રમાં લખેલા ગંભીર આરોપો વાંચી સંભળાવ્યા, ત્યારે ટ્રમ્પ પત્રકાર પર ભડક્યા હતા અને કહ્યું હતું કે, “બકવાસ બંધ કરો, હું રેપિસ્ટ નથી.”

મેનિફેસ્ટોને પ્લેટફોર્મ આપવા બદલ મીડિયાની ટીકા
હુમલાખોરે પત્રમાં ‘પેડોફાઇલ’ (Pedophile) અને ‘રેપિસ્ટ’ (Rapist) જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. ટ્રમ્પે પત્રકારને ફટકાર લગાવતા કહ્યું કે, એક માનસિક બીમાર (Mentally Ill) વ્યક્તિના લખાણને નેશનલ ટીવી પર વાંચવું એ શરમજનક છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનું નામ જાણીજોઈને જેફરી એપસ્ટિન (Jeffrey Epstein) જેવા વિવાદોમાં ઢસડવામાં આવે છે, જ્યારે તેમને અગાઉ જ ક્લીન ચિટ (Clean Chit) મળી ચુકી છે.

હુમલા દરમિયાનનો અનુભવ અને મેલાનિયાની હિંમત
ઘટનાની વિગતો આપતા ટ્રમ્પે જણાવ્યું કે, સિક્રેટ સર્વિસ (Secret Service) ના એજન્ટોએ તેમને અને મેલાનિયા ટ્રમ્પ (Melania Trump) ને તરત જ સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો કે તેમને જરાય ડર લાગ્યો નહોતો. સદનસીબે આ ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ નથી.

હુમલાખોરનો ઈરાદો (Motive of Attacker)
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી એલન માત્ર ટ્રમ્પ જ નહીં પરંતુ સરકારના અનેક મંત્રીઓને ટાર્ગેટ (Target) કરવા માંગતો હતો. સુરક્ષા એજન્સીઓએ સમયસૂચકતા વાપરી આરોપીને હોલ સુધી પહોંચતા પહેલા જ ઝડપી પાડ્યો હતો. આ ઘટનાએ 2026 ના ચૂંટણી વર્ષમાં અમેરિકન નેતાઓની સુરક્ષા (Security) પર ફરી એકવાર મોટા સવાલો ઉભા કર્યા છે.

Chief Editor

Recent Posts

પિંક ગરબા અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ

આસ્થા ચેરિટીઝ દ્વારા 'પિંક ગરબા' અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દ્વારા સમુદાયને એકસાથે લાવવામાં આવ્યો છેલ્લા…

2 days ago

અમેરિકામાં ભારતીય મૂળના અબજોપતિ સંજય ગોવિલ બનાવશે 10,000 દર્શકોની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ભારતીય મૂળના ટેક્નોલોજી ક્ષેત્રના અબજોપતિ ઉદ્યોગપતિ સંજય ગોવિલે મહત્વપૂર્ણ પહેલ…

2 days ago

ડંકી રૂટથી અમેરિકા જવા નીકળેલા ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ, ₹1 કરોડની ખંડણી માગી

Dunki Route | ગુજરાતના 3 પિતરાઈ ભાઈ-બહેનોનું ઇથિયોપિયામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ તેમની મુક્તિ…

2 days ago

અમેરિકામાં 7 વર્ષ નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિએ કામકાજની સંસ્કૃતિનો અનુભવ શેર કર્યો

Indian Work Culture |અમેરિકામાં 7 વર્ષ સુધી નોકરી કર્યા બાદ ભારત પરત ફરેલા ભારતીય ટેકિ…

2 days ago

અમેરિકામાં મતદાન કૌભાંડ: “મને ખબર નહોતી કે હું વોટ ન આપી શકું”, કમલેશ શાહનો દાવો

Operation Protect the Vote | અમેરિકાની 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરકાયદેસર રીતે વોટિંગ કરવાના આરોપમાં કેલિફોર્નિયામાં…

5 days ago