NRI

‘હું મારી રેસ્ટોરન્ટમાં ભારતીયોને નોકરી પર નથી રાખતી’: ટેક્સાસના ભારતીય મૂળના માલિકના નિવેદનથી સોશિયલ મીડિયા પર હોબાળો

અમેરિકાના ટેક્સાસમાં (Texas) એક ભારતીય રેસ્ટોરન્ટના (Indian Restaurant) માલિકે સોશિયલ મીડિયા (Social Media) પર એક વિવાદાસ્પદ વીડિયો પોસ્ટ કરીને ઓનલાઇન ચર્ચા જગાવી છે. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ (Viral) થયેલા આ વીડિયોની શરૂઆતમાં તેમણે એવું વિધાન કર્યું હતું કે, “હું મારી ભારતીય રેસ્ટોરન્ટમાં ભારતીયોને નોકરી પર રાખતી નથી.”

ટેક્સાસના ન્યૂ બ્રાનફેલ્સમાં (New Braunfels) આવેલી ‘7 મંક્સ કાફે’ (7 Monk’s Cafe) રેસ્ટોરન્ટની કો-ઓનર (Co-owner) રશ્મી ભટ દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિવાદાસ્પદ નિવેદન પછી સોશિયલ મીડિયા પર હજારો પ્રતિક્રિયાઓ આવી છે અને યુઝર્સ આ બાબતને હાયરિંગ પ્રક્રિયા, કલ્ચરલ ઓથેન્ટિસિટી (Cultural Authenticity) અને વિવિધતાના મુદ્દાઓ સાથે જોડીને અલગ-અલગ મંતવ્યો આપી રહ્યા છે.

રશ્મી ભટના જણાવ્યા અનુસાર, તેમની હાયરિંગ ફિલોસોફી (Hiring Philosophy) કોઈપણ વ્યક્તિની જાતિ કે કલ્ચરલ બેકગ્રાઉન્ડ કરતાં તેના સારા વલણ, કામ કરવાની પદ્ધતિ અને કંઈક નવું શીખવાની ઈચ્છાને વધુ પ્રાથમિકતા આપે છે. તેમણે સ્પષ્ટતા કરી કે જ્યારે તેમણે અને તેમની માતાએ આ રેસ્ટોરન્ટ શરૂ કરી, ત્યારે તેઓ સ્થાનિક સમુદાયના સભ્યો, જેમ કે હાઇસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ, સિંગલ મધર્સ (Single Mothers) અને નિવૃત્ત લોકોને રોજગારીની તકો આપવા માંગતા હતા.

રશ્મી ભટે એમ પણ કહ્યું કે, આ વીડિયો પાછળનો હેતુ એ માનસિકતાને પડકારવાનો હતો કે કોઈ કલ્ચરલ ફૂડ રેસ્ટોરન્ટમાં (Ethnic Restaurant) કામ કરતા કર્મચારીઓ તે જ સંસ્કૃતિના હોવા જોઈએ. તેમના ઘણા સ્ટાફ મેમ્બર્સ (Staff Members) એવા હતા જેમણે રેસ્ટોરન્ટ જોઈન કર્યા પહેલા ક્યારેય ભારતીય ભોજન ચાખ્યું ન હતું, પરંતુ હવે તેઓ મેનૂ (Menu) વિશે સંપૂર્ણ માહિતી ધરાવે છે અને ગ્રાહકોને વાનગીઓ સજેસ્ટ પણ કરે છે.

જોકે, આ નિવેદનથી ભારે વિવાદ પણ સર્જાયો છે. કેટલાક લોકોએ તેમની ઇન્ક્લુઝિવ (Inclusive) પોલિસીની પ્રશંસા કરી છે, તો વળી કેટલાક યુઝર્સે તેના પર ભેદભાવનો (Discrimination) આરોપ લગાવ્યો છે.

એક યુઝરે સવાલ ઉઠાવ્યો કે, “જો તમે જાણીજોઈને કોઈ એક ચોક્કસ જાતિને બાકાત રાખતા હોવ તો તેને ઇન્ક્લુઝિવ કઈ રીતે કહી શકાય? તમારી આ પોલિસી ગેરકાનૂની હોઈ શકે છે.” જ્યારે અન્ય ગ્રાહકોએ સ્વાદની પ્રમાણિકતા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ભારતીય ફૂડ કોઈ ભારતીય વ્યક્તિ દ્વારા જ બને તેવું પસંદ કરે છે.

Chief Editor

Recent Posts

એપ્રિલથી ઑક્ટોબર 2026 દરમિયાન 30 મિલિયન ટન માલનું લદાન કર્યું

અમદાવાદ મંડળનું ઓક્ટોબર 2026 માં શાનદાર પ્રદર્શન : રેકોર્ડ 236 લૉંગ હૉલ ટ્રેનોનું સંચાલન, ગયા…

10 hours ago

વિકસિત ગુજરાત@૨૦૪૭ : હાયર એજ્યુકેશન ફોર ફ્યુચર વર્કફોર્સ રેડીનેસ કોન્ફરન્સ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં GRIT આયોજિત ‘વિકસિત ગુજરાત@૨૦૪૭ : હાયર એજ્યુકેશન ફોર ફ્યુચર વર્કફોર્સ રેડીનેસ…

10 hours ago

ब्रिटेन में कार रेस में मां-बेटी की मौत, भारतीय मूल के 2 युवकों को 28 साल की जेल

ब्रिटेन में सार्वजनिक सड़क पर तेज रफ्तार से कार रेस लगाने के कारण एक मां…

20 hours ago

ઓમાન નજીક કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાતના એક ખલાસીનું મોત, 13 સુરક્ષિત બચાવ્યા

Oman cargo attack | ઓમાનના દરિયાકાંઠે અને હોર્મુઝ સ્ટ્રેટ પાસે ભારતીય ધ્વજવાળા કાર્ગો જહાજ 'MSV…

21 hours ago

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મન્થ' અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૯૭ મહિલાઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાયું **…

2 days ago

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું વાણિજ્યિક તેમજ યાત્રી સેવાઓના ક્ષેત્રમાં શાનદાર પ્રદર્શન

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની આવક, યાત્રી તેમજ પાર્સલની આવકમાં નોંધપાત્ર…

2 days ago