સુપ્રીમ કોર્ટે (Supreme Court) મોંઘવારી ભથ્થા (Dearness Allowance – DA) અને મોંઘવારી રાહત (Dearness Relief – DR) અંગે એક મોટો ચુકાદો આપ્યો છે. આ નિર્ણયથી લાખો પેન્શનરો (Pensioners) ને સીધો ફાયદો થશે.
જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે (Bench) સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકારો કાર્યરત કર્મચારીઓના DA કરતા પેન્શનરોના DR નો દર ઓછો રાખી શકે નહીં.
કોર્ટે અવલોકન કર્યું કે મોંઘવારી સેવારત અને નિવૃત્ત બંને કર્મચારીઓને સમાન રીતે અસર કરે છે, તેથી તેમની વચ્ચે ભેદભાવ કરવો તે બંધારણ (Constitution) ની કલમ 14 (Article 14) એટલે કે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે.
ચૂકવણીમાં નાણાકીય કટોકટીનું બહાનું નહીં ચાલે કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC) ના કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે, નાણાકીય મુશ્કેલીઓ (Financial Crisis) ચૂકવણીમાં વિલંબનું કારણ હોઈ શકે છે, પરંતુ તે ભેદભાવ કરવાનું બહાનું બની શકે નહીં. સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના (High Court) નિર્ણયને માન્ય રાખતા જણાવ્યું કે લોકકલ્યાણકારી રાજ્યમાં નિવૃત્ત લોકોના હિતોની અવગણના ન થઈ શકે. હવેથી કોઈપણ સરકાર પગાર સુધારણા (Salary Revision) વખતે પેન્શનરો સાથે અન્યાય કરી શકશે નહીં.
વિશ્વ મંચ પર શાંતિદૂત બનવાનો ડોળ કરતા ચીન (China) નો અસલી ચહેરો અમેરિકી ગુપ્તચર અહેવાલોએ…
અમેરિકા (USA) અને ઈરાન (Iran) વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તા દરમિયાન હોર્મુઝની સામુદ્રધુની (Strait of…
સંસદ ભવન (Parliament House) અને ચૂંટણી રેલીઓમાં એકબીજા પર આકરા પ્રહારો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
WhatsApp Privacy Dispute: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) ના માલિક ઇલોન મસ્ક (Elon Musk) અને…
Melania Trump denies ties to Jeffrey Epstein: અમેરિકાના ફર્સ્ટ લેડી (First Lady) મેલાનિયા ટ્રમ્પે જેફરી…
Toll Plaza New Rules 10 April: ભારતના નેશનલ હાઈવે (National Highway) પર મુસાફરી કરતા વાહનચાલકો…