IPO News | વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્કની સ્પેસ સ્ટાર્ટઅપ સ્પેસએક્સ (SpaceX) આવતા વર્ષે (2026માં) પબ્લિક કંપની બનીને ઇતિહાસ રચવાની તૈયારીમાં છે. અહેવાલો મુજબ, કંપની $25 થી $30 બિલિયનનો (આશરે ₹2.26 લાખ કરોડ)નો પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) લાવી શકે છે, જે કદાચ વિશ્વના સૌથી મોટા લિસ્ટિંગમાંથી એક હશે.
વર્તમાન મૂલ્ય: કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) બ્રેટ જ્હોનસનના પત્ર અનુસાર, સ્પેસએક્સનું મૂલ્ય હાલમાં $800 બિલિયન (આશરે ₹72.46 લાખ કરોડ) આંકવામાં આવ્યું છે.
શેર ખરીદી: કંપની રોકાણકારો પાસેથી $421 પ્રતિ શેરના ભાવે $2.56 બિલિયન (આશરે ₹23,168 કરોડ)ના શેર્સ ખરીદી રહી છે.
IPO પછીનું મૂલ્ય: અંદાજ મુજબ, IPO પછી સ્પેસએક્સનું મૂલ્ય $1.5 ટ્રિલિયન (આશરે ₹90.5 લાખ કરોડથી વધુ) સુધી પહોંચી શકે છે. તે ચેટજીપીટી મેકર ઓપનએઆઈ પછી વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન પ્રાઇવેટ સ્ટાર્ટઅપ છે.
કેપિટલનો ઉપયોગ: આ IPO દ્વારા એકત્ર કરાયેલી મૂડીનો ઉપયોગ સ્પેસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટરો તૈનાત કરવા, સ્ટારશિપના ફ્લાઇટ રેટ વધારવા, મૂનબેઝ આલ્ફા બનાવવામાં અને મંગળ પર માનવયુક્ત/માનવરહિત મિશન મોકલવા માટે કરવામાં આવશે.
જો સ્પેસએક્સ $1.5 ટ્રિલિયનના મૂલ્યાંકનની નજીક લિસ્ટ થશે, તો ઇલોન મસ્ક રાતોરાત ટ્રિલિયન ડોલરનો આંકડો પાર કરી શકે છે.
બ્લૂમબર્ગનું બિલિયોનેર્સ ઇન્ડેક્સ મસ્કની હાલની નેટવર્થ આશરે $460.6 બિલિયન દર્શાવે છે, જેમાંથી આશરે $136 બિલિયન સ્પેસએક્સમાં તેમના હિસ્સાને આભારી છે.
વિશ્લેષકોના મતે, IPO મસ્કની સંપત્તિને લગભગ $952 બિલિયન સુધી લઈ જશે, અને શેરના ભાવમાં નજીવો વધારો પણ તેમને વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બનાવી શકે છે.
IPO પછી, સ્પેસએક્સ વૈશ્વિક એરોસ્પેસ ઉદ્યોગમાં લિસ્ટેડ કંપનીઓ જેવી કે એરબસ, બોઇંગ, લોકહીડ માર્ટિન અને વર્જિન ગેલેક્ટીક સાથે સીધી સ્પર્ધામાં ઉતરશે. આ કંપનીઓ ડિફેન્સ, સ્પેસ મિશન, અને સ્પેસ ટૂરિઝમમાં કાર્યરત છે. સ્પેસએક્સનો સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ બિઝનેસ અને સ્ટારશિપ રોકેટ પ્રોગ્રામ તેને આ ક્ષેત્રમાં મજબૂત સ્થાન અપાવે છે.
| વિશ્વના સૌથી મોટા IPO | |
| સાઉદી અરામ્કો | 26 અબજ ડોલર |
| અલીબાબા | 25 અબજ ડોલર |
| સોફ્ટબેંક કોર્પ | 23.5 અબજ ડોલર |
| એગ્રી બેંક ઓફ ચાઈના | 22.1 અબજ ડોલર |
| ICBC (Industrial and Commercial Bank of China) | 21.9 અબજ ડોલર |
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…