ધંધૂકા (Dhandhuka): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) તાજેતરમાં પોતાના જાહેર સંબોધન દરમિયાન અમદાવાદના ધંધૂકા પંથકની જૂની અને કપરી યાદો તાજી કરી હતી. એક સમયે પાણીની અતિશય અછત ભોગવતા ધંધૂકાની સ્થિતિ આજે ‘નલ સે જલ’ (Nal Se Jal) યોજનાને કારણે સંપૂર્ણ બદલાઈ ગઈ છે.
જ્યારે ધંધૂકાના લોકોએ કહ્યું- “સવારે નહાવાનું પાણી નહીં આપી શકીએ”
પીએમ મોદીએ યાદ કર્યું કે જ્યારે તેઓ રાજકારણમાં સક્રિય નહોતા અને સંઘના કાર્યકર તરીકે ધંધૂકા જતા, ત્યારે લોકો તેમને કહેતા કે, “સાહેબ, અહીં રાત્રે ન રોકાતા અને સવારે 10 વાગ્યા પછી જ આવજો.” જ્યારે તેમણે કારણ પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે જો મહેમાન રાત્રે રોકાય તો સવારે તેમને નહાવા માટે પાણી આપવું ગામ લોકો માટે અશક્ય હતું. પાણીની એવી તીવ્ર અછત હતી કે લોકો દીકરી પરણાવતા પણ ડરતા અને કહેતા કે, “દીકરીને બંદૂકે દેજો પણ ધંધૂકે ના દેતા.”
‘નલ સે જલ’ અને ધોલેરા SIR થી બદલાયું ધંધૂકાનું નસીબ
ભૂતકાળમાં જ્યાં મહિલાઓએ 5 કિલોમીટર દૂર ‘વીરડા’ ગાળવા જવું પડતું હતું, ત્યાં આજે નર્મદાના નીર (Narmada Water) ઘરે-ઘરે પહોંચ્યા છે. ધંધૂકા હવે માત્ર ખેતી પર નિર્ભર નથી રહ્યું, પરંતુ વિકાસનું નવું કેન્દ્ર બન્યું છે:
ખેતીમાં ક્રાંતિ: કેનાલના પાણી આવતા હવે ખેડૂતો જુવાર-બાજરીને બદલે કપાસ, ઘઉં અને જીરું જેવા રોકડીયા પાક (Cash Crops) લેતા થયા છે.
ઔદ્યોગિક હબ: ધંધૂકા હવે ધોલેરા SIR (Special Investment Region) નો ભાગ બન્યું છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવા પ્રોજેક્ટ્સને કારણે આ વિસ્તાર ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ હબ (Industrial Hub) બની રહ્યો છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર: અમદાવાદ-ધંધૂકા-ભાવનગર હાઈવે બનતા લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે ધંધૂકાને મોટો ફાયદો થયો છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…