NRI

જ્યોર્જિયા હેલિકોપ્ટર દુર્ઘટના: વરરાજા અને પાયલટના મોત પાછળ ખરાબ હવામાન જવાબદાર હોવાનો ફેડરલ રિપોર્ટમાં સંકેત

Helicopter Crash Report | અમેરિકાના જ્યોર્જિયા (Georgia) રાજ્યના ડોસન કાઉન્ટી (Dawson County) માં ગયા મહિને લગ્ન પ્રસંગ પૂરો કરીને જઈ રહેલા નવપરિણીત યુગલના હેલિકોપ્ટર ક્રેશ (Helicopter Crash) ની ઘટનામાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ પ્રારંભિક અહેવાલ જાહેર કર્યો છે.

રિપોર્ટ અનુસાર, 29 મેની રાત્રે જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે તે વિસ્તારમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડા જેવી સ્થિતિ હતી, જે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોઈ શકે છે.

આ ભયાનક અકસ્માત ડોસનવિલે (Dawsonville) માં એક વેડિંગ વેન્યુ (Wedding Venue) પરથી હેલિકોપ્ટર ઉપડ્યા બાદ ડોસન ફોરેસ્ટ વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ એરિયા (Dawson Forest Wildlife Management Area) માં થયો હતો.

આ રોબિન્સન આર-66 (Robinson R66) હેલિકોપ્ટરમાં નવપરિણીત દંપતી ડેવ ફિજી (Dave Fiji) અને જેસ્ની ફિજી (Jesni Fiji) સાથે પાયલટ નિખિલ નરગુંદકર (Nikhil Nargundkar) સવાર હતા.

અકસ્માતમાં 25 વર્ષીય વરરાજા ડેવ ફિજી અને 28 વર્ષીય પાયલટ નિખિલ નરગુંદકરના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયેલી કન્યા જેસ્ની ફિજીને ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

એનટીએસબી (NTSB) ના તપાસકર્તાઓએ જણાવ્યું કે, નેશનલ વેધર સર્વિસ (National Weather Service) ના રડાર ડેટા તે સમયે મધ્યમથી ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી દર્શાવતા હતા.

તપાસ દરમિયાન હેલિકોપ્ટરના એન્જિન કે બોડીમાં ક્રેશ થતાં પહેલાં કોઈ યાંત્રિક ખામી (Mechanical Failure) હોવાના પુરાવા મળ્યા નથી. કાટમાળની સ્થિતિ જોતાં સ્પષ્ટ થાય છે કે હેલિકોપ્ટર જમીન પર પડતાં પહેલાં જંગલના ઊંચા ઝાડ સાથે અથડાયું હતું.

આ પ્રારંભિક અહેવાલ હોવાથી હજુ અકસ્માતનું અંતિમ કારણ નક્કી કરવામાં આવ્યું નથી. એજન્સી પાયલટની કામગીરી અને તે સમયની વિઝિબિલિટી (Visibility) સહિતના તમામ પાસાઓની ઊંડી તપાસ કરી રહી છે, જેમાં થોડા મહિનાઓનો સમય લાગી શકે છે.

હેલિકોપ્ટર ઓપરેટર ‘પ્રેસ્ટિજ હેલિકોપ્ટર્સ’ (Prestige Helicopters) ના જણાવ્યા મુજબ પાયલટ આ રૂટથી સારી રીતે પરિચિત હતો. મૃતક પાયલટ અને મુસાફરો ભારતીય-અમેરિકન (Indian American) સમુદાયના હોવાથી આ દુર્ઘટનાએ સમગ્ર વસાહતી આલમને હચમચાવી દીધી છે.

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબારનું કાવતરું નિષ્ફળ, રાઇફલ જામ થતાં હુમલો અટક્યો

Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…

15 hours ago

જર્મનીમાં આગની દુર્ઘટનામાં 3 ભારતીયોનાં મોત, જીમ ટ્રેનર, વેરહાઉસ કર્મચારી અને વિદ્યાર્થીનો સમાવેશ

Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…

15 hours ago

Dfw ગુજરાતી સમાજમાં સનેડાની રમઝટ

ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…

1 day ago

શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું સફળ આયોજન

ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…

1 day ago

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવ

શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ  સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…

1 day ago

शिकागो में भारतीय मूल के अंकुर पटेल ने की पत्नी की हत्या, एयरपोर्ट से हुआ गिरफ्तार

अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…

2 days ago