Indian Sailor Died in Venezuela | વેનેઝુએલા (Venezuela) માં મે મહિનામાં કથિત રીતે હાર્ટ એટેક (Cardiac Arrest) ને કારણે જીવ ગુમાવનારા એક ભારતીય નાવિક (Seafarer) ના મોતનું રહસ્ય વધુ ઘેરાયું છે.
દક્ષિણ અમેરિકાના આ દેશમાંથી જ્યારે 33 વર્ષીય રાકેશ ચૌહાણનો મૃતદેહ ભારત પરત લાવવામાં આવ્યો, ત્યારે તેના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા.
પરિવારે આક્ષેપ કર્યો છે કે મૃતદેહમાંથી મગજ, હૃદય અને ફેફસાં સહિતના અનેક આંતરિક અંગો ગાયબ હતા. આ ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ ફેડરેશન ઓફ સીફેરેર્સ યુનિયન્સ ઓફ ઈન્ડિયા (FSUI) એ આ મામલે સંપૂર્ણ તપાસની માંગ કરી છે.
FSUI એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના વતની રાકેશ ચૌહાણના પાર્થિવ દેહને વેનેઝુએલા સત્તાવાળાઓ દ્વારા કોઈ પણ ઓટોપ્સી રિપોર્ટ (Autopsy Report) કે વિગતો આપ્યા વિના જ મોકલી દેવાયો હતો.
પરિવારની માંગ પર ભારતમાં જ્યારે ફરીથી પોસ્ટમોર્ટમ (Re-autopsy) કરવામાં આવ્યું, ત્યારે એક ભયાનક સત્ય સામે આવ્યું. ડૉક્ટરોના રિપોર્ટ અનુસાર, શરીરની અંદર એક પણ અંગ હાજર નહોતું. મગજ (Brain), હૃદય (Heart), બંને ફેફસાં (Lungs), લિવર (Liver), કિડની (Kidneys), બરોળ (Spleen), સ્વાદુપિંડ (Pancreas), પેટ (Stomach) અને આંતરડા (Intestines) બધું જ ગાયબ હતું.
આ સિવાય થાઈરોઈડ (Thyroid) અને શ્વાસનળી (Trachea) પણ ગાયબ હતા. શરીર પર ગળાથી લઈને ગુપ્તભાગ સુધી 22 ટાંકા અને એક કાનથી બીજા કાન સુધી 21 ટાંકા લીધેલા હતા. મૃતદેહને લગભગ એક મહિના સુધી ડીપ ફ્રીઝ (Deep Freeze) માં રાખવામાં આવ્યો હોવાથી અને અંગો જ ન હોવાથી મોતોનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
⚠️ SHOCKING CASE — Indian Seafarer #RakeshChauhan reported dead in #Venezuela.
Mortal remains sent back to his hometown in Uttar Pradesh without any autopsy report or details from Venezuelan authorities.
Family demanded re-autopsy. The official Post-Mortem Report conducted in… pic.twitter.com/4dGSZtPEfp— FSUI (@FSUIINDIA) June 30, 2026
રાકેશ ચૌહાણ નવેમ્બર 2025 માં એક્સફિનિટી (Xfinity) નામની કંપની દ્વારા મર્ચન્ટ નેવી (Merchant Navy) જહાજના ક્રૂ મેમ્બર તરીકે વેનેઝુએલા ગયો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, કંપનીએ તેમને ફોન પર માહિતી આપી હતી કે રાકેશ જહાજ પરથી પડી ગયો હતો અને તેને ઈજા થઈ હતી. ત્યારબાદ મોડી સાંજે તેના મોતના સમાચાર આપવામાં આવ્યા અને કંપનીએ દાવો કર્યો કે ગંભીર ઈજાઓને કારણે તેનું મોત થયું છે.
કંપનીએ એક સપ્તાહમાં મૃતદેહ ભારત લાવવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ મૃતદેહ 4 જૂનના રોજ એટલે કે લગભગ એક મહિના પછી દેવરિયા પહોંચ્યો હતો.
રાકેશના પિતા રામદેવ ચૌહાણે જણાવ્યું, “અમને અંધારામાં રાખવામાં આવ્યા હતા. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM) ના આદેશ પર જ્યારે અહીં બીજી વાર પોસ્ટમોર્ટમ કરાયું ત્યારે ખબર પડી કે અંગો ગાયબ છે. અમે સરકાર પાસે કંપની સામે કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરીએ છીએ.”
સામાન્ય રીતે પ્રથમ ઓટોપ્સી (Autopsy) દરમિયાન તપાસ અને ટેસ્ટિંગ (Testing) માટે હૃદય, કિડની જેવા અંગો લેબોરેટરીમાં મોકલવા માટે કાઢવામાં આવતા હોય છે. પરંતુ આ કેસમાં વિવાદ એટલે વધ્યો છે કારણ કે વેનેઝુએલાની સરકાર કે નાવિકની કંપનીએ આ અંગે પરિવારને કોઈ પૂર્વ માહિતી આપી ન હતી, કે ન તો મોતના સંજોગો સ્પષ્ટ કરતો કોઈ સત્તાવાર રિપોર્ટ સોંપ્યો હતો.
FSUI એ હવે આ મામલે વેનેઝુએલામાં રહેલી ભારતીય એમ્બેસી (Indian Embassy) ને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને પરિવારને વળતર (Compensation) અપાવવા અપીલ કરી છે.
Hindu Temple Attack | અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના ઓરોરા શહેરમાં આવેલા હિન્દુ મંદિર પર સામૂહિક ગોળીબાર…
Germany Fire | જર્મનીના બોચુમ શહેરમાં રહેણાક ઇમારતમાં લાગેલી આગની દુર્ઘટનામાં કેરળના 3 ભારતીય નાગરિકોનાં…
ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ ઢોલના તાલે રાસ ને ગરબાની રમઝટ દલાસ મા Dfw…
ઇસ્કોન ભાડજના સંસ્કૃતિ ગુરુકુળ બાળવિભાગ દ્વારા શ્રી કૃષ્ણ હેરિટેજ ફેસ્ટ 2026 અને ગીતા કોન્ટેસ્ટ 2026નું…
શિકાગોના કડવા પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક નવરાત્રી ઉત્સવનું ઉત્સાહપૂર્ણ સમાપન 'સનેડો' સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ…
अमेरिका के शिकागो से एक दिल दहला देने वाली घटना सामने आई है, जहां 31…