Categories: Gujarat Development

બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી મોબાઈલ ફોરેન્સિક વેન

ગુજરાતમાં 47 ફોરેન્સિક વેન કાર્યરત, ક્રાઇમ સીન પર ઓન ધ સ્પોટ પ્રાથમિક ટેસ્ટ કરવા માટે સજ્જ

 


**
પુરાવાને નષ્ટ થવાથી બચાવવા, પ્રક્રિયા ઝડપી કરવા અને તપાસને ગતિ આપવા માટેની મિનિ ફોરન્સિક લેબોરેટરી
**
ગાંધીનગર, 2 જુલાઈ 2026: પોલીસ જ્યારે કોઈ પણ ગુનાની તપાસ કરે ત્યારે સમયસર પુરાવા મળે તે જરૂરી છે, અને સાથોસાથ એ પણ જરૂરી છે કે તેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કે અશુદ્ધિકરણ (Contamination) ન થાય. આ ઉદ્દેશને પૂર્ણ કરવા માટે ગુજરામાં 47 ફોરેન્સિક વેન (MFVs) પોલીસ તપાસમાં સહયોગ માટે કાર્યરત છે, જે સુનિશ્વિત કરે છે કે ગુનાના સ્થળે પુરાવાનું ઝડપી સંરક્ષણ થાય, સમયસર તેનું પ્રાથમિક સ્ક્રિનિંગ થાય અને પ્રાથમિક અભિપ્રાય મળે જેથી પોલીસ તપાસમાં ઝડપી સહયોગ મળી શકે.

રાજ્યમાં ફોરેન્સિક વિજ્ઞાનનો વ્યાપ વધે તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દીર્ઘ દ્રષ્ટિપૂર્વક ગુજરાત ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટી (GSFU)ની સ્થાપના કરી હતી, જેને હવે કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. પોલીસ કામગીરી અને લૉ એન્ડ ઓર્ડરમાં ફોરેન્સિક વિજ્ઞાનનો વ્યાપક રીતે ઉપયોગ થાય, તે ઉદ્દેશ સાથે તેમના વિઝનરી માર્ગદર્શનમાં આ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમયાનુકૂળ નવા ફોજદારી કાયદાઓ અમલમાં આવ્યાં છે. નવા ફોજદારી કાયદાઓમાં કન્વીક્શન રેટ વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ગુનાઓની તપાસને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ કાયદાઓના અમલમાં 7 વર્ષથી વધુ સજાપાત્ર ગુનામાં ફોરેન્સિક તપાસ ફરજિયાત બનાવવામાં આવી છે ત્યારે ફોરેન્સિક વિજ્ઞાનની ભૂમિકા વધી છે. વડાપ્રધાનશ્રીના વિઝનને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ વધારી રહ્યા છે.

37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી મોબાઈલ ફોરેન્સિક વેન


વર્ષ 2024માં 47 પૈકી 28 મોબાલઈલ ફોરેન્સિક વેનને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના દિશાનિર્દેશો અનુસાર અપગ્રેડ કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં MFVs 37,269 ક્રાઈમ સીન/સ્પોટ પર પહોંચી ચૂકી છે. MFVs દ્વારા મર્ડર, પૉક્સો, લૂંટ, ચોરી, આગ, અને નાર્કોટિક્સ સહિત અન્ય મહત્વપૂર્ણ ગુનાઓ અંતર્ગત ઘટનાસ્થળ પર સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. વિવિધ સ્પોટ મુલાકાતમાં ગુનાવાર આંકડા આ પ્રમાણે છે: મર્ડર (1529), બળાત્કાર/પૉસ્કો/બાળ અત્યાચાર (3746), હત્યાનો પ્રયાસ (1583), લૂંટ (728), ઘરફોડ/ચોરી (2758), ફાયરિંગ (154), વિસ્ફોટ (43), આગ (2893), નાર્કોટિક્સ (1968) અને ફેટલ-જીવલેણ કિસ્સાઓ (9022). તે સિવાય 10,457 અન્ય સ્પોટ મુલાકાતોમાં આકસ્મિક મૃત્યુ, કસ્ટોડીયલ ડેથ, અપ્રાકૃતિક મૃત્યુ, શંકાસ્પદ ઘટનાઓ અને અન્ય કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફોરેન્સિક તપાસ સામેલ છે.

હરતી-ફરતી ફોરેન્સિક લેબોરેટરી, અલગ અલગ ગુના માટે અલગ કિટ
આ મોબાઇલ ફોરેન્સિક વેન્સમાં 12 વિશેષ વૈજ્ઞાનિક કિટ્સ ઉપલબ્ધ છે. જેમાં ડીએનએ અને સેક્સ્યુઅલ અસોલ્ટ એવિડન્સ કિટ, નાર્કોટિક્સ સ્ક્રીનિંગ કિટ, એક્સપ્લોઝિવ સ્ક્રીનિંગ કિટ, ગન શૉટ રેસિડ્યુ કિટ, આગની તપાસ માટેની કિટ, ફૂટપ્રિન્ટ અને ટાયર પ્રિન્ટ કાસ્ટિંગ કિટ સહિતની અદ્યતન સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ વેન્સમાં સ્ટિરિયો માઇક્રોસ્કોપ, DSLR કેમેરા, GPS બોડી-વોર્ન કેમેરા સિસ્ટમ, લેપટોપ અને પ્રિન્ટર, મિની રેફ્રિજરેટર, LED સ્ક્રીન, હાઈ ઇન્ટેન્સિટી ફોરેન્સિક લાઇટ સોર્સ, જનરેટર સેટ અને અન્ય જરૂરી આધુનિક સાધનો પણ ઉપલબ્ધ છે. આ સાધનોની મદદથી વિવિધ પુરાવાઓ જેવાકે લોહીના ડાઘ અને અન્ય જૈવિક નમૂનાઓ, ફિંગરપ્રિન્ટ્સ, પગલાં અને ટાયરના નિશાન, ગન શૉટ રેસિડ્યુ, નાર્કોટિક્સ પદાર્થો, વિસ્ફોટક અવશેષો, બળેલી સામગ્રી, વાળ, ફાઇબર, માટીના નમૂનાઓ, કાચના ટુકડાઓ અને અન્ય સૂક્ષ્મ પુરાવાઓની પ્રાથમિક તપાસ ઘટનાસ્થળે જ કરી શકાય છે.

ઝડપી તપાસ અને મજબૂત પુરાવા
મોબાઇલ ફોરેન્સિક વેનોનો મુખ્ય હેતુ ગુનાના સ્થળે તાત્કાલિક વૈજ્ઞાનિક સહાય પૂરી પાડવાનો, પુરાવાઓનું યોગ્ય સંરક્ષણ કરવાનો, પુરાવા દૂષિત થવાની શક્યતા ઘટાડવાનો છે અને ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્ટશનનો છે. ખાસ કરીને બળાત્કાર અને પૉક્સોના કેસોમાં જૈવિક પુરાવાઓની સમયસર ઓળખ થાય તથા પુરાવા સંગ્રહિત થઈ શકે તે મહત્વપૂર્ણ છે. આવા કિસ્સાઓમાં આ વેન્સની ભૂમિકા મહત્વપૂર્ણ બની જાય છે. બોડી કેમેરા, DSLR ફોટોગ્રાફી અને CCTV આધારિત દસ્તાવેજીકરણના કારણે ક્રાઈમ સીનનું વૈજ્ઞાનિક રીતે અવલોકન પણ વધુ અસરકારક બન્યું છે.

ગુનાહિત તપાસ વૈજ્ઞાનિક પુરાવાઓ પર વધુને વધુ આધાર રાખતી હોવાથી, ગુજરાતમાં MFVs ગુનાઓની તપાસ કરવાની રીતમાં પરિવર્તન લાવી રહી છે. આ રીતે ફોરેન્સિક વિજ્ઞાન સીધું ઘટનાસ્થળે પહોંચે છે, મહત્વપૂર્ણ પુરાવાઓનું સંરક્ષણ કરે છે અને ફર્સ્ટ રિસ્પૉન્સથી અંતિમ ચુકાદા સુધી મજબૂત કેસ બનાવવામાં મદદ કરે છે

Chief Editor

Recent Posts

અમેરિકામાં હિન્દુ ધર્મ વિશેની ગેરસમજ દૂર કરવા અને રૂઢિચુસ્ત ધારણાઓ સામે લડવા પદ્મજા રાવનું આહ્વાન

Hinduism Misunderstood Padmaja | અમેરિકામાં હિન્દુ ધર્મ પ્રત્યે પ્રવર્તતી ગેરસમજો અને પૂર્વગ્રહોને દૂર કરવા માટે…

16 hours ago

छात्र प्रवेश घोटालों को रोकने के लिए कनाडा की मदद करने को तैयार है भारत: राजदूत

Canada Student Admissions | भारत सरकार ने कनाडा में पढ़ाई के लिए जाने वाले छात्रों…

17 hours ago

વિદ્યાર્થીઓના એડમિશન કૌભાંડને ડામવા માટે કેનેડાને મદદ કરવા તૈયાર છે ભારત: રાજદૂત

Canada Student Admissions | ભારત સરકારે કેનેડામાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની પ્રક્રિયામાં થતી ગેરરીતિઓ અને…

17 hours ago

अमेरिका के मध्यावधि चुनावों में भारतीय-अमेरिकी उम्मीदवारों पर दबाव और सरिता कोमा्टिरेड्डी की चर्चा

Saritha Komatireddy | अमेरिका में आगामी 3 नवंबर को होने वाले मध्यावधि (मिडटर्म) चुनावों से…

17 hours ago

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો પર દબાણ અને સરિતા કોમા્તિરેડ્ડીની ચર્ચા

Saritha Komatireddy | અમેરિકામાં આગામી 3 નવેમ્બરે યોજાનારી મિડટર્મ ચૂંટણી પહેલાં ભારતીય-અમેરિકન ઉમેદવારો અને મતદારો…

17 hours ago

अमेरिका ने टाटा, इंफोसिस और विप्रो समेत 8 आईटी कंपनियों पर ग्रीन कार्ड फाइलिंग का लगाया प्रतिबंध

अमेरिका ने टाटा कंसलटेंसी सर्विसेज (TCS), इंफोसिस, विप्रो और एचसीएल (HCL) सहित कुल 8 प्रमुख…

17 hours ago