NRI

ભારત-આફ્રિકા ફોરમ સમિટ IV સ્થગિત: હેલ્થ સિચ્યુએશનને કારણે લેવાયો નિર્ણય

India-Africa Summit: ભારત સરકાર (Government of India) અને આફ્રિકન યુનિયન (African Union) વચ્ચે નવી દિલ્હીમાં 28-31 મે 2026 દરમિયાન યોજાનારી ચોથી ભારત-આફ્રિકા ફોરમ સમિટ (Fourth India–Africa Forum Summit – IAFS IV) ને હાલ પૂરતી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આફ્રિકાના કેટલાક ભાગોમાં બદલાતી રહેલી સ્વાસ્થ્ય સ્થિતિ (health situation) ને ધ્યાનમાં રાખીને બંને પક્ષોએ ચર્ચા કરી હતી. બંને પક્ષોએ સમગ્ર આફ્રિકા ખંડમાં જાહેર આરોગ્યની સજ્જતા અને પ્રતિભાવ ક્ષમતાઓને મજબૂત કરવા માટે આફ્રિકા સીડીસી (Africa CDC) અને સંબંધિત રાષ્ટ્રીય સંસ્થાઓને સહયોગ આપવાની પ્રતિબદ્ધતા જાહેર કરી છે.

ભારતે આફ્રિકાના લોકો અને સરકારો સાથે એકતા દર્શાવી છે અને આ હેલ્થ સિચ્યુએશન (health situation) નો સામનો કરવા માટે મદદ કરવાની તૈયારી બતાવી છે.

આફ્રિકાના નેતાઓ અને હિતધારકોની સંપૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર, આફ્રિકન યુનિયનના ચેરપર્સન અને આફ્રિકન યુનિયન કમિશન વચ્ચે પરામર્શ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને પક્ષો સંમત થયા છે કે આ ચોથી સમિટ (IAFS IV) આગામી સમયમાં નવી તારીખે યોજવી વધુ યોગ્ય રહેશે.

સમિટ અને તેની બેઠકોની નવી તારીખો પરસ્પર ચર્ચા કરીને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ભારતે આફ્રિકા સાથેની તેની લાંબાગાળાની ભાગીદારી, પરસ્પર આદર અને શાંતિ અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ફરીથી દોહરાવી છે.

Chief Editor

Recent Posts

વ્યવસાયોમાં દીકરીઓના વારસાઈ હક્કોનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં

શું દીકરીઓ તેમના પિતાના જીવનકાળ દરમિયાન કૌટુંબિક સંપત્તિમાં હિસ્સો માંગી શકે છે? લક્ષ્મી વેણુએ બુધવારે…

3 hours ago

કડક સુરક્ષા વચ્ચે કાર્તિગાઈ દીપમ પ્રગટાવાયો

સશસ્ત્ર CRPF જવાનોની કડક સુરક્ષા અને 'વેત્રીવેલ, વીરાવેલ' (ભગવાન મુરુગનના ભાલાનો વિજય થાઓ, ભગવાનના પરાક્રમી…

3 hours ago

फ्रिमोंट में INSAF का थैंक्सगिविंग कार्यक्रम आयोजित, 12 वर्षीय जील ने गीतों से जीता सभी का दिल

कैलिफोर्निया के बे एरिया स्थित INSAF (इंडो अमेरिकन सीनियर्स एसोसिएशन, फ्रिमोंट) की ओर से दिवाली…

1 day ago

ફ્રિમોન્ટમાં INSAFનો થેન્ક્સગિવિંગ કાર્યક્રમ યોજાયો, 12 વર્ષની જીલના ગીતોએ સૌનાં દિલ જીત્યાં

INSAF Thanksgiving | કેલિફોર્નિયાના બે એરિયા સ્થિત INSAF (ઇન્ડો અમેરિકન સિનિયર્સ એસોસિએશન, ફ્રિમોન્ટ) દ્વારા દિવાળી…

2 days ago

ડલાસમાં ભવ્ય અન્નકૂટ

વૈષ્ણવ સંઘ ડલાસ દ્વારા રવિવાર નવેમ્બર ૧૫ના રોજ સાંજે ૪ વાગે ભવ્ય અન્નકૂટ યોજાયો વૈષ્ણવ…

2 days ago

कनाडा में ब्राह्मण समाज द्वारा दिवाली गाला डिनर का आयोजन, 11 प्रतिभाओं को किया गया सम्मानित

Brahmin Samaj of Ontario | कनाडा में भारतीय संस्कृति और परंपराओं को जीवंत रखने तथा…

2 days ago