Gujarat

ગુજરાત રાજકારણમાં મોટો ઉલટફેર: ભિલોડામાં કોંગ્રેસના પીઢ નેતા બલભદ્રસિંહ ચંપાવત 200 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા

ગુજરાત રાજકારણ (Gujarat Politics) માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પહેલા મોટી હલચલ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે, જેમાં અરવલ્લી જિલ્લાના ભિલોડા અને શામળાજી તાલુકાના કોંગ્રેસના પીઢ આગેવાન બલભદ્રસિંહ ચંપાવતે પક્ષ સાથે છેડો ફાડ્યો છે.

ભિલોડા ખાતે આયોજિત ભવ્ય સ્નેહ મિલન સમારંભ (Sneha Milan Ceremony) માં બલભદ્રસિંહ ચંપાવતની સાથે આશરે 200 જેટલા સક્રિય કાર્યકરોએ વિધિવત રીતે ભાજપ (BJP) નો કેસરીયો ધારણ કર્યો છે. આ પ્રસંગે ભાજપના પ્રભારી સંજય દેસાઈ અને મંત્રી પી.સી. બરંડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ચૂંટણી પૂર્વે કોંગ્રેસ (Congress) ના મજબૂત ગણાતા નેતાઓના પક્ષ પલટાથી સંગઠનમાં મોટું ગાબડું પડ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરની હાજરીમાં તમામ નવા સદસ્યોને કેસરી ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. આ રાજકીય ઉથલપાથલ આગામી ચૂંટણીના પરિણામો પર મોટી અસર કરી શકે તેમ છે.

Chief Editor

Recent Posts

ક્રૂડ ઓઈલના ભાવમાં 2022 પછીનો સૌથી મોટો ઉછાળો: ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે?

Petrol Diesel Price Stability: મધ્ય પૂર્વ (Middle East) માં વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં કાચા…

3 hours ago

મિડલ ઈસ્ટ યુદ્ધને લઇ ભારતીયોની સુરક્ષા અને ઊર્જા પર સરકારની ચાંપતી નજર: એસ. જયશંકર

S. Jaishankar in Lok Sabha: બજેટ સત્ર (Budget Session)નો બીજો તબક્કો આજથી શરૂ થયો છે.…

3 hours ago

ભાવનગર-રાજકોટ હાઈવે પર ભયાનક અકસ્માત: ડિવાઈડર સાથે બુલેટ અથડાતા જાળીયા ગામના 3 મિત્રોના કરુણ મોત

ભાવનગર-રાજકોટ હાઈવે (Bhavnagar-Rajkot Highway) પર ઉમરાળા તાલુકાના લીમડા ગામ પાસે એક હૃદયદ્રાવક અકસ્માત (Accident) સર્જાયો…

21 hours ago

રશિયા ભારતને વેચાયેલા તેલનો ડેટા ગુપ્ત રાખશે: અમેરિકાએ ભારતને આપેલી વિશેષ છૂટનું કારણ જણાવ્યું

ભારત દ્વારા રશિયન તેલ (Russian Oil) ખરીદવા પર મળેલી છૂટ અંગે અમેરિકાનું (US) તાજેતરનું નિવેદન…

2 days ago

લગ્નના 15 વર્ષ સુધી અત્યાચાર કેમ સહન કર્યો? સેલિના જેટલીએ (Celina Jaitley) ઘરેલું હિંસા પર તોડી ચુપકીદી

મુંબઈ: બોલિવૂડ (Bollywood) અભિનેત્રી સેલિના જેટલીએ (Celina Jaitly) તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media) પર પોતાની…

2 days ago